• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1669માં 3 મહિના ધર્મ પરિવર્તન સામે આંદોલન ચાલેલું

1669માં 3 મહિના ધર્મ પરિવર્તન સામે આંદોલન ચાલેલું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંહમણાં ટેક્સટાઇલનાં વેપારીઓનું જી.એસ.ટી સામેનું આંદોલન સમેટાઇ ગયું પણ દેશનું સૌથી પહેલું અહિંસક આંદોલન 1669માં સુરતનાં વેપારીઓએ ઔરંગઝેબ સામે કર્યું હતું. આંદોલન ત્રણ મહિના જેટલું લાંબુ ચાલ્યું હતું અને સુરતી વેપારીઓ ભરૂચ હિજરત કરી ગયા હતા.

1669માં ઔરંગઝેબ સુરતમાં રાજ કરતો હતો. એને રિઝવવા માટે કાજીએ બે હિન્દુ અને એક જૈન વેપારીને વટલાવ્યા હતા. સહન થતાં એક વેપારીએ આપઘાત કરી લીધો હતો અને સુરતમાં હાહાકાર મચી ગયો હતો. વખતે ભીમજી પારેખ અને વીરજી વોરાએ હાથ મિલાવ્યા અને સુરતનાં વ્યાપારી મહાજનો, કારીગરો, પંચ અને પ્રજાને સાથે લઇને સુરત બંધનું એલાન આપ્યું હતું.

સુરત બંધનું એલાન આપ્યા પછી તમામ દુકાનોમાં તાળા લાગી ગયા હતા. વખતે પહેલીવાર સુરત બંધ કરાયું હતું. 9 જુલાઇ 1669નાં રોજ સુરતીઓએ હડતાળ જાહેર થઇ અને ત્રણ મહિના સુધી ચાલી. મુગલ શાસન પર દબાણ લાવવા માટે 24મી સપ્ટેમ્બર, 1669નાં રોજ ભરૂચ હિજરત કરી ગયા હતા. ભરૂચનાં વહીવટ કર્તાઓએ સુરતીઓને આવકાર આપ્યો હતો અને નુરુદ્દીન કાજીને કાગળ લખીને જણાવ્યું હતું કે, ‘મૂરખ, મુગલોની જાહોજલાલી વેપારીઓને લીધે છે..!’ ઔરંગઝેબ ચેતી ગયો અને એણે ફરમાન પાડ્યું કે, ‘તમે શાંતિથી વેપાર-ધંધો કરો અને સુખ ચેનથી રહો..હું આવો અપરાધ ફરી નહીં થવા દઉં.’ ફરમાન બહાર પડતાં સુરતીઓ ભરૂચથી પાછા ફર્યા. 1669નો પ્રસંગ દેશભરમાં અસહકારનું પહેલું અહિંસક આંદોલન હતું.

(ઇતિહાસકારસંજય ચોક્સીએ જણાવ્યા પ્રમાણે)

ભીમજી પારેખ, આંદોલનકર્તા

સુરતનાં વેપારીઓએ ઔરંગઝેબ સામે દેશનું સૌથી પહેલું અહિંસક આંદોલન શરૂ કરેલું, ભરૂચ હિજરત કરી ગયેલા

અન્ય સમાચારો પણ છે...