ડબ્બા ટ્રેડિંગમાં વધુ બે પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનામીનીબજાર ઓફિસમાં ગેરકાયદે શેરની લે-વેચ કરનારા વધુ બેની વરાછા પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ત્રણની ધરપકડ કરીને રૂ. 1.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મિનીબજારમાં શ્રેયસ ડાયમંડ સેન્ટરની ઓફિસમાં ગત 21મી જૂને ડબ્બા ટ્રેડિંગ કરતા સંજય શિવા ઠુંમર, અરવિંદ પોપટ ખેની, શૈલેષ ધીરુ ખેનીને પકડી પાડ્યા હતા. જે તે સમયે નરેશ વાઘજી ખેની અને રમેશ ધીરુ ખેની ત્યાંથી ભાગી ગયા હતા. બંને આગોતરા જામીન લઈને વરાછા પોલીસમાં હાજર થયા હતા. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...