ફલેટ લેવા 9.40 લાખ લઇ બોગસ રસીદો પકડાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મહીધરપુરામાં બિલ્ડર પાસે ફલેટનો કબજો લેવા ગયા ત્યારે દલાલે આપેલી લાખોની રકમની રસીદો બોગસ હોવાની હકીકતો બહાર આવી છે્. જેના કારણે કોન્ટ્રાકટરે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે.મગદલ્લા શીવાજંલી સોસાયટીમાં પ્લમ્બરનો કોન્ટ્રાકટ રાખતા રાકેશ જરીવાલાનો જમીન દલાલ સુનિલ કંસારા જોડે પરિચય થયો હતો. રોકાણ કરવા માટે જમીન દલાલે તેમને મહીધરપુરા અને તલગપોરમાં પોજેકટ બતાવ્યા. જે પૈકી મહીધરપુરા વિજયા લક્ષ્મી એપાર્ટમેન્ટમાં કોન્ટ્રાકટરે ફલેટ નં-504 બુકિંગ કરાવીને શરૂઆતમા્ં રૂ.5 લાખ બાદમાં રૂ.1.20 લાખ તેમજ બે વાર રૂ.1.60 લાખની રકમ મળીને કુલ રૂ.9.40 લાખની રકમ જમીન દલાલ સુનિલ અરવિંદ કંસારાને મહીધરપુરા હરીપુરા પંચોલીશેરીના બીજા માળે આવેલી ઓફિસમાં આપી બોગસ રસીદો પધરાવી દીધી છે. બિલ્ડર પાસે ફલેટનો કબજો લેવા ગયા ત્યારે જમીનદલાલની પોલ ખુલ્લી પડી હતી. મહીધરપુરા પોલીસે જમીનદલાલ સુનિલ અરવિંદ કંસારા(રહે,એનડી પાર્ક એપાર્ટ,તાડવાડી,રાંદેર)ની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...