12.72 લાખનો ગાંજો મળી શકે તો આરોપી કેમ નહિ !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કતારગામ ઉત્કલનગર અને વરાછા અશોકનગર ઝૂંપડપટ્ટીમાં નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. જેને પગલે પોલીસ અને શહેરની બ્રાંચોએ મળીને મંગળવારે સાંજે એરીયામાં રેડ કરી હતી. રેડમાં રૂ.12.72 લાખનો ગાંજો બિનવારસી મકાનમાંથી મળી આવ્યો પરંતું નવાઈની વાત છે કે આરોપી પોલીસને હાથ લાગ્યો તે એક મોટો સવાલ ઉભો થાય છે.વરાછા અશોકનગર ઝુપડપટ્ટીમાં રેલવે ટ્રેકને અડીને રૂમ નં-70 માંથી લાખોનો ગાંજો બિનવારસી પોલીસને મળી આવ્યો હતો.ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમે પણ મહીધરપુરા પોલીસની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરીને એક મહિલા સહિત ત્રણને પકડી પાડી 21 હજારથી વધુનો વિદેશી દારૂ પકડી પાડયો છે. ઉત્કલનગરમાં કતારગામ પોલીસે રેડ કરીને રૂ.77300નો વિદેશી દારૂ સાથે ઓરીસ્સાવાસીની ધરપકડ કરી છે.

દરોડાની બાતમી કેવી રીતે પહોંચી?

અન્ય સમાચારો પણ છે...