ક્લાસથી આવતી મહિલા લૂંટાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અલથાણની રાજ રેસિડેન્સીમાં રહેતાં રચનાબહેન મુકેશભાઈ જરીવાલા (ઉ.વ.47)એ નોંધઆવેલી ફરિયાદ મુજબ તા. 25મીએ બપોરે દોઢેક વાગ્યે તે અને તેમના પડોશી સપનાબહેન ગરબા ક્લાસ પૂરા કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અલથાણ મેઇન રોડ પર એક બાઈક પર આવેલા બે અજાણ્યા યુવાનોએ મોપેડને ધક્કો માર્યો હતો. જેના કારણે બન્ને મહિલા જમીન દોસ્ત થઈ ગઈ. વખતે બન્ને યુવાનોએ પર્સ લૂંટી લીધું હતું. જેમાં રોકડા રૂ.3,800 તેમજ રૂ. 1,500ની કિંમતનો એક મોબાઈલ હતો. વધુ તપાસ પોસઈ એસ.એસ. ગામેતી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...