મોદીસુરક્ષા વિ. મહિલાસુરક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીસુરક્ષા વિ. મહિલાસુરક્ષા

8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે વડાપ્રાધાન મોદી ગાંધીનગર ખાતે મહિલા સરપંચોને સંબોધન કરવા આવ્યા હતા. જેના લીધે મહાત્મા ગાંધી મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પોલીસ જવાનોની જડબેસલાક સલામતીથી સજ્જ હતા. તે દરમયાન મહાત્મા મંદિરની આસપાસના એક કિમી જેટલા વિસ્તારના રહેવાસીઓને ભારે હાલીકીનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાનની સલામતીને લઈ શહેરના માર્ગ જનતાના અવરજવર માટે બંધ કરી દીધા હતા. તેઓને આસપાસના ઝાડી જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થવું પડ્યું હતું. ખાસ તો મહિલાઓને આવા સુમસામ રસ્તેથી પસાર થવામાં ડરનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં તેમની સલામતીની કોઇ વ્યવસ્થા નહોતી, જ્યારે વડાપ્રધાન માટે એક કિમી દૂરથી સલામતી ખડકી દેવાઈ હતી. ઝાડી જંગલ વિસ્તારમાં મહિલાઓ સાથે કોઈ અણબનાવ બન્યો હોત, તો તેના માટે કોણ જવાબદાર હોત? વડાપ્રધાન કે પોલીસ? મહિલાદિવસે મહિલાની સલામતીની કોઈ પરવા હોય તો શું જોઈને સરકાર મહિલાદિવસની ઉજવણી કરે છે?

{ અંકિતારૂપારેલિયા, સુરત

અન્ય સમાચારો પણ છે...