• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 5 કરોડની ખંડણીના પ્રકરણમાં દાઉદ અને રાજન સાથે સંકળાયેલા વધુ બે પકડાયા

5 કરોડની ખંડણીના પ્રકરણમાં દાઉદ અને રાજન સાથે સંકળાયેલા વધુ બે પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે દક્ષિણ ગુજરાતમાં પણ અન્ડર વર્લ્ડનો પગપેસારો

ક્રાઇમ રિપોર્ટર | સુરત

પાંચકરોડની ખંડણી પ્રકરણમાં મુંબઈની અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહીમ, છોટા રાજન અને રવિ પૂજારીની ગેંગ સાથે સંકળાયેલા બે સાગરીતોને પકડી પાડી દક્ષિણ ગુજરાતમાં અન્ડર વર્લ્ડના કનેકશનનો પર્દાફાશ કર્યા હતો.

નવસારીમાં પારસી હોસ્પિટલની સામે સુર્યમ બંગ્લોઝમાં રહેતા હોરમઝ ફીરોઝ અવારીને તારીખ 13મી ફેબુઆરી થી 22મી ફેબુઆરીમાં અજાણ્યા શખ્સે

...અનુસંધાન પાનાં નં.13

અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીના નામ પર રૂ. અઢી કરોડની ખંડણી માટે ફોન કર્યા હતો. નવસારીમાં સીંધી કેમ્પ ખાતે રહેતા પ્રેમચંદ્વ અને તેના ભાઈ શંકર લાલવાણી પાસે પણ રવિ પૂજારીના નામે રૂ. અઢી કરોડની ખંડણી મંગાઈ હતી. મામલે નવસારી એલસીબીએ તપાસમાં નવસારીના ઘોળાપીપળા રોડ પરથી 26મી તારીખે કેયુર ઉર્ફ કાનજી ભાસ્કર દેસાઈ અને નરેશ બાબુ આહીરને પકડી લીધા હતા. બન્નેનો લાલવાણીની હોટલ પર તોડફોડ કે ફાયરિંગ કરી ડરાવવાનો ઈરાદો હતો. એલસીબીએ કેયુર દેસાઈ પાસેથી પિસ્તોલ કબજે કરી હતી. પિસ્તોલ તેને મહારાષ્ટ્રના નંદુશેઠ નામના વ્યકિતએ આપી હોવાની વાત બહાર આવી હતી. બન્નેની પૂછપરછ અને મોબાઈલ ડિટેઈલ્સના આધારે પારસ મહેશ નાયકનું નામ ખુલ્યું હતું. મુંબઈમાં પારસ બે દિવસ સુધી અખ્તર કાસમઅલી મર્ચન્ટને ત્યાં રોકાયો હતો. પોલીસ તેને શોધતી હોવાથી અખ્તરે તેને ઘરેથી ભગાડી મુકયો હતો. નવસારી એલસીબીએ મદદગારીના મામલામાં અખ્તર મર્ચન્ટને 7મી માર્ચે તેને ઘરેથી દબોચી લીધો હતો. બીજી તરફ પારસને પોલીસે ગોવામાં હોન્ડા સીટી કારમાંથી ઝડપી પાડયો હતો. કારમાં તેની સાથે મુઝફફર ઉર્ફ વકીલ અબ્બાસ મૈાલવી પણ પકડાયો હતો. ખંડણી માટે ફોન કરનારથી લઈને તેના મદદગારી કરતા તત્વો સાથે મળીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી. શરૂઆતમાં બે પકડાયા ત્યારે અન્ડર વર્લ્ડના કનેકશનની વાત બહાર આવતા નવસારી એલસીબી પીએસઆઈ એસ.જી.દેસાઈ અને સ્ટાફે મુંબઈ અને ગોવામાં યંગસ્ટારની સ્ટાઈલમાં હાફ પેન્ટ અને ટી-શર્ટ તેમજ ટોપી પહેરીને વોચ કરીને આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસે પારસ નાયક પાસેથી લેપટોપ,ઈયર ફોન, મોબાઈલફોન, પાસપોર્ટ-2, જુદી જુદી કંપનીના બેંકના એટીએમ નંગ-9, આધારકાર્ડ મળી રૂ. 1 લાખનો તેમજ મુઝફફર પાસેથી હોન્ડા સીટી કાર અને બે મોબાઈલ મળીને રૂ.4.65 લાખનો મુદામાલ કબજે કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...