• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડ્રાઇવરને બચાવવા કોઇ આવ્યું, મેં હિંમત કરી પોલિસ બોલાવી

ડ્રાઇવરને બચાવવા કોઇ આવ્યું, મેં હિંમત કરી પોલિસ બોલાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
City traveller

એક ગામમાં ઉત્સવ ચાલતો હતો અને હું ત્યાં ગઇ હતી. ગામમાંથી બહાર નીકળવા જંગલમાં થઇને આવવું પડે એમ હતું. પહેલા મને હતું કે પાછા આવવા કોઇ વાહન મળી જશે. પણ રાત્રે મોડું થયું હતું એટલે વાહન મળ્યું નહીં. અમે ચાલીને પાછા ફરવાનું નક્કી કર્યું. વચ્ચે જંગલ આવ્યું. ગામ લોકોએ દિપડાથી સાચવવાની સલાહ આપેલી. જંગલમાંથી પ્રાણીઓનાં જુદા જુદા અવાજો આવતા હતા. ક્યારેક લાગતું કે હમણાં કોઇ પ્રાણી આવીને હુમલો કરશે. જુદા જુદા અવાજો સાંભળીને આખા શરીરે પસીનો થઇ ગયો હતો. હું ખૂબ ડરી ગઇ હતી પણ ડરને ચહેરા પર દેખાવા દીધો નહીં અને જંગલ પસાર કરી લીધું. મારી જીંદગીનો પહેલો અનુભવ હતો. (પંક્તિત્રિવેદીએ શેર કરેલા કિસ્સાઓ)

હું બસમાં પાર્વતી વેલી જોવા જઇ રહી હતી. પરત ફરતી હતી ત્યારે રસ્તો વન-વે હતો અને ટ્રાફિક જામ હતો. દરમિયાન એક કાર બસને ઓવરટેક કરવાની કોશિશ કરતી હતી. બસનાં ડ્રાઇવરે એમને ઓવરટેક કરવા માટે સમજાવ્યા. એટલીવારમાં કારમાં બેઠેલી વ્યક્તિઓ નીચે ઉતરી અને અમારા ડ્રાઇવરને મારવા માંડી. બસમાં બેઠેલી એકપણ વ્યક્તિ ડ્રાઇવરને બચાવવા નીચે ઉતરી નહીં, ત્યારે હું હિંમતથી ઊભી થઇ અને મેં પોલિસ બોલાવી.

મેં ફક્ત મનાલી જવાનું અને ત્યાંથી સુરત આવવાની ટિકિટ્સ કરાવી હતી. મનાલી જઇને ક્યાં રહીશ એનું કોઇ પ્લાનિંગ ન્હોતું. મારી પાસે માત્ર દસ હજાર રૂપિયા હતા અને એમાં એક મહિનો પસાર કરવાનો હતો. મનાલીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનો ઓપ્શન પસંદ કર્યો. જ્યાં રહેતી મને જમાડતાં. એમને ત્યાં જે મહેમાન આવતાં, એમને પગે લાગતી તો બક્ષિસમાં રૂપિયા આપતા. આમ, દસ હજારમાં થોડા રૂપિયા ઉમેરાયા અને હું એક મહિનો મજેથી ફરીને ઘરે આવી ગઇ.

સિટી રિપોર્ટર @srt_cb



સિટીનીએક સી.એ 1 મહિના માટે માત્ર બેકપેક લઇને સિમલા-મનાલી ફરી આવી. છોકરીઓ એકલી ફરવા જાય ત્યારે કેવા અનુભવો થાય જાણવાનાં મૂળ પ્રયોજન સાથે એકલી ફરવા નીકળેલી પંક્તિ ત્રિવેદીએ પાછા ફરીને સિટી ભાસ્કર સાથે વાત કરી. એણે કહ્યું, ‘છોકરી તરીકે જો તમે હિંમત રાખો, તો તમને કોઇ ખરાબ અનુભવો થતા નથી. એના માટે શરત એટલી કે સારા માણસો ઓળખતા આવડવું જોઇએ.’ પંક્તિ માત્ર પાંચ જોડી કપડા અને દસ હજાર રૂપિયા સાથે એક મહિના માટે ફરવા નીકળી પડી હતી. સિટી ભાસ્કર સાથે એણે પોતાનાં અનુભવો શેર કર્યા હતા.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...