Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - સચિનની યુવતીને ભગાડી વડોદરા લઈ જઈ લઘુશંકાના બહાને પૂર્વ મંગેતર છૂ

સચિનની યુવતીને ભગાડી વડોદરા લઈ જઈ લઘુશંકાના બહાને પૂર્વ મંગેતર છૂ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

યુવતીને કોર્ટ-મેરેજની લાલચ આપી તરછોડી દેવાઈ 98 હજારના રોકડ-ઘરેણાં કારમાં મુકાવી વિજય મિત્રો સાથે ફરાર

  • Surat - સચિનની યુવતીને ભગાડી વડોદરા લઈ જઈ લઘુશંકાના બહાને પૂર્વ મંગેતર છૂ
    એક શ્રમિક યુવતીની આંખ તેમના જ સમાજના યુવાન સાથે મળી જતાં લગ્ન કરવાનું નક્કી કર્યું. બાદમાં યુવકના પિતાનું મોત થતા માતાએ લગ્નની ના પાડી દીધી. પણ યુવતીએ લગ્ન કરવા કહેતા યુવકે 98 હજારના રોકડ-ઘરેણા સાથે બોલાવી પડાવ્યાની ફરિયાદ સચિન પોલીસ મથકમાં નોંધાઈ છે.

    સચિનમાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિજય બચુસિંગ ચિતોડિયા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બન્ને લગ્ન કરવાના હતા. પણ, પારિવારિક પ્રશ્નના કારણે લગ્ન થઈ શક્યા નહીં. ગઈ તા. 12.9.18ના બપોરે ત્રણેક વાગ્યે વિજયે ફોન કરી આ યુવતીને લગ્ન કરવાની લાલચે સુરત રેલવે સ્ટેશન પાસે બોલાવી હતી. ત્યાંથી કડોદરા પહોંચ્યા, કડોદરાથી વડોદરા ગોલ્ડન ચોકડી પાસે પહોંચ્યા. જ્યાં વિજયના મિત્રો ચેનસિંહ, હાકમ અને બે અજાણ્યા યુવાનો એક ફોર વ્હીલર લઈને પહેલેથી જ ઊભા હતા. જેમાં વિજયે કહેતા આ યુવતી બેસી ગઈ હતી. રસ્તામાં કોર્ટ મેરેજ કરવા માટે ફોટો પાડવાની જરૂર હોવાની વાત કરી યુવતીએ પહેરેલાં ઘરેણાં અને રોકડ રકમ થેલીમાં મૂકાવી દીધા. થોડે દૂર જઈ બે યુવાનો કારમાંથી ઉતરી ગયા. જે થેલી સાથે લેતા ગયા. પછી બન્યું એવું કે વિજયે આ યુવતીને ચાની લારી પાસે બેસાડી પોતે લઘુશંકા કરીને પરત આવે છે તેમ કહી જતો રહ્યો તે ગયો તે ગયો. પરત ફર્યો જ નહીં.બીજી બાજુ રસ્તા વચ્ચે નિ:સહાય હાલતમાં મૂકાયેલી યુવતીના બનેવીનો ફોન આવ્યો, યુવતીએ પોતાની વેદના વર્ણવતા યુવતીને લેવા માટે ત્યાં પહોંચ્યો હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending