યુવતી ભગવાનના માથા પરથી 1.75 લાખનો મુકુટ ચોરી ગઇ

અઠવાના ફ્લેટમાં 2 જ મિનિટમાં ચોરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - યુવતી ભગવાનના માથા પરથી 1.75 લાખનો મુકુટ ચોરી ગઇ
માત્ર બે જ મિનિટમાં એક યુવતી ભગવાનના માથા પરથી હીરા જડિત મુકુટ ચોરીને પલાયન થઈ ગયાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઇ છે. ફ્લેટ નં. 201, પ્લેટિનિયમ રેસિડેન્સી, લાલ બંગલા, જૈન દેરાસરની સામે, અઠવાલાઇન્સ ખાતે રહેતા કાપડના વેપારી જલ્પેશભાઈ ભીખાભાઈ દોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 12-9-18ના સવારે દસ વાગ્યાથી દસ વાગ્યા ને બે મિનિટના સમયગાળામાં તેમના ઘરે બનાવેલા મંદિરમાં એક આશરે 25થી 35 વર્ષની એક યુવતી ઘૂસે છે. જે મુનિસુવ્રતસ્વામી ભગવાનની મૂર્તિ પરથી રૂ. 1.75 લાખની કિંમતનો હીરા જડિત મુકુટ ચોરી જતી રહી હતી. સીસીટીવીમાં કેદ ઘટનાના આધારે તપાસ આગળ ધપાવી છે.

X
Surat - યુવતી ભગવાનના માથા પરથી 1.75 લાખનો મુકુટ ચોરી ગઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App