ઉધનામાં વેપારી ગણપતિ જોવા ગયા અને ઘરેથી 5 લાખ ચોરાયા

માધવ કોમ્પ્લેક્સમાં 2 ફ્લેટનાં તાળાં તૂટ્યાં

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - ઉધનામાં વેપારી ગણપતિ જોવા ગયા અને ઘરેથી 5 લાખ ચોરાયા
ઉધના ગામના દેસાઇ ફળિયામાં માધવ કોમ્પ્લેક્સમાં રહેતા અને ઉધના સંઘમાં વાસણનો વ્યવસાય કરતા ભુપેન્દ્ર ગોપાલભાઈ દવેએ ઉધના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 15મીએ સાંજે છ વાગ્યાથી તા. 16મીએ સવારે સાડા સાત વાગ્યા સુધીના સમયગાળામાં તેમના ફ્લેટની ગ્રિલનો નકૂચો તોડી તસ્કરો રૂ. 3.90 લાખની કિંમતનાં ઘરેણાં અને રોકડા રૂ. 80 હજાર મળી કુલ રૂ. 4.70 લાખની મતા ચોરી ગયા હતા. ભુપેન્દ્રભાઈના માધવ કોમ્પ્લેક્સમાં બે ફ્લેટ છે. બન્ને ફ્લેટનાં તાળાં તૂટ્યાં છે. પણ એક ફ્લેટમાંથી કોઈ વસ્તુ ચોરાઈ નથી જ્યારે એક ફ્લેટમાંથી આ ચોરી થઈ છે. એ સિવાય આ કોમ્પ્લેક્સની સામેના ભાગે આવેલા એક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ગયો હોવાથી કેટલી મતાની ચોરી થઈω તે જાણી શકાયું નથી.

X
Surat - ઉધનામાં વેપારી ગણપતિ જોવા ગયા અને ઘરેથી 5 લાખ ચોરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App