Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - અડાજણમાં પાળેલા કૂતરાએ ભસીને ધમાલ મચાવતાં મહિલાના આપઘાતની ખબર પડી

અડાજણમાં પાળેલા કૂતરાએ ભસીને ધમાલ મચાવતાં મહિલાના આપઘાતની ખબર પડી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

પતિના મોત બાદ હતાશામાં પગલું, પુત્ર અalt146વાદ ગયો હોવાથી ઘરમાં એકલી હતી

  • Surat - અડાજણમાં પાળેલા કૂતરાએ ભસીને ધમાલ મચાવતાં મહિલાના આપઘાતની ખબર પડી
    એક વર્ષ અગાઉ પતિનું કેન્સરની બીમારીથી મોત નિપજ્યા બાદ હતાશ થઈ ગયેલી અડાજણની મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરમાં એકલી મહિલાના આપઘાત બાદ 6 વર્ષથી પાળેલા કૂતરાએ સતત ભસીને ધમાલ મચાવી દેતા ઘટનાની જાણ થઇ હતી. બીજી તરફ માતાએ ફોન રીસીવ ન કરતા પુત્રના કહેવાથી તપાસ કરવા માટે ગયેલા મિત્ર પર પણ કૂતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    અડાજણ નીલ સાગર એપાર્ટમેન્ટ ખાતે રહેતા શૈલજા ગોપીનાથ રાઘવન કુંદકલદીવ(43)ના પતિનું એક વર્ષ અગાઉ કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. જેથી તેઓ છેલ્લા કેટલાક સમયથી હતાશ રહેતા હતા. તેમનો પુત્ર આદિત્ય થોડા દિવસ પહેલા અમદાવાદ ગયો હતો. જેથી ઘરે શૈલજાબેન તેમજ તેમણે છ વર્ષથી પાળેલો કૂતરો હાજર હતા. દરમ્યાન શૈલજાબેને શનિવારે કોઈક સમયે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પુત્ર આદિત્ય તેમના મોબાઈલ પર ફોન કરતો હતો પરંતુ કોઈ ફોન રીસીવ કરતું ન હોવાથી આદિત્યને તેના મિત્ર તેજસને ફોન કર્યો હતો અને તપાસ કરવા કહ્યું હતું. જેથી તેજસ તેમના ઘરે પહોંચી ગયો હતો. જોકે, ઘર પાસે પહોંચતાની સાથે તેને કૂતરાનો સતત ભસવાનો અવાજ સંભળાયો હતો. તેજસ તપાસ કરવા માટે ઘરના દરવાજા પાસે પહોંચતાની સાથે ઉશ્કેરાયેલા કૂતરાએ તેજસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    કૂતરાની ધમાલનો અવાજ સાંભળી પડોશના લોકો પણ આવી ગયા હતા. ઘરમાં તપાસ કરતા શૈલજાબેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી .

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ