‘જિનશાસનનું તપ ખાવાનો ખેલ નથી, ખાંડાનો ખેલ છે’

કૈલાસનગર સ્થિત નૂતન ઉપાશ્રયમાં વૈરાગ્યવારિધિ આચાર્ય શ્રી કુલચન્દ્રસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી રશ્મિરાજસૂરિજી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - ‘જિનશાસનનું તપ ખાવાનો ખેલ નથી, ખાંડાનો ખેલ છે’
કૈલાસનગર સ્થિત નૂતન ઉપાશ્રયમાં વૈરાગ્યવારિધિ આચાર્ય શ્રી કુલચન્દ્રસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી રશ્મિરાજસૂરિજી શ્રી મુનીશરત્નસુરિજી અને પંન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી આદિ શ્રમણ અને શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં દીક્ષાદાનેશ્વરી શ્રી ગુણરત્નસુરિજી મહારાજના સાધ્વીશ્રી યોગદૃષ્ટિરેખાશ્રીજીના 31 ઉપવાસના પારણોત્સવ પ્રસંગે તેમના પરિવાર તરફથી તપવંદનાની ભક્તિનો કાર્યક્રમ રાખ્યોહતો. જેમાં મોટી સંખ્યામાં ભાવુકો ઉમટ્યા હતા. સાધ્વી યોગદૃષ્ટિરેખાશ્રીજી મહારાજે 16 વર્ષની વયે બે વર્ષ પૂર્વે સંયમ જીવનનો પ્રારંભ કર્યો હતો. 18 વર્ષની વયે 31 ઉપવાસની ભીષ્મ તપસ્યા કરીને જિનશાસનનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે પૂ. આ. શ્રી કુલચન્દ્રસૂરિજી મહારાજ વગેરે મહાત્માઓએ તપધર્મનું માહાત્મ્ય સમજાવ્યું હતું. જિનશાસનનો તપ ખાવાનો ખેલ નથી પણ ખાંડાના ખેલ જેવો છે. તપ ધર્મ દ્વારા વિઘ્નોનો વિનાશ થાય છે. કર્મોની સામે સંગ્રામ ખેલવા માટે તપ એ શ્રેષ્ઠ ધર્મ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા ઉપવાસ એ રામબાણ ઔષધિ છે.

X
Surat - ‘જિનશાસનનું તપ ખાવાનો ખેલ નથી, ખાંડાનો ખેલ છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App