Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - રાંદેરમાં અષ્ટાન્હિકા આરાધના પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા

રાંદેરમાં અષ્ટાન્હિકા આરાધના પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

સુરત, ગુજરાત અને મહારાષ્ટ્ર વગેરે સ્થળોથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઊમટી પડ્યા

  • Surat - રાંદેરમાં અષ્ટાન્હિકા આરાધના પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય રથયાત્રા
    શ્રી રાંદેર લાડુઆ શ્રીમાળી જૈનસંઘના શ્રીઋષભદેવ પ્રભુ મનમોહન પાર્શ્વનાથ નેમિનાથ પ્રભુ પુણ્યના કારણે પ્રવચનકાર જ્યોતિષવિશારદ ગુરૂદેવ જ્ઞાનરશ્મિ વિજયજીની પાવન પુણ્યવંતી નિશ્રામાં જગતના સર્વૌત્કૃષ્ટ લોકોત્તર મહામહિમ પર્વાધિરાજ શ્રી પર્યુષણ અષ્ટાન્હિકા આરાધના મહોત્સવ ભવ્યતાથી પૂર્ણ થયો હતો. આ પ્રસંગે શ્રી આદિ લબ્ધિ યુવક મંડળના નવયુવાનો દ્વારા જાતે વિશાળ રથ ખેંચીને અતિભવ્ય શાનદાર રથયાત્રા સમગ્ર રાંદેર ટાઉનમાં યોજાયો હતો. ત્યારબાદ સકલ શ્રીસંઘ સામુહિક ક્ષમાપના મિલન થયો હતો.

    આ પ્રસંગે રાંદેર તેમજ મહાનગર સુરત અને વડોદરા, મુંબઈ, માલેગામ, કોલ્હાપુર વગેરેના ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓએ વિશેષ હાજરી આપી હતી.

    તપસ્વી પરિવાર તરફથી તપાનુમોદને તેમના સગા-સંબંધી સાધર્મિકોનું સ્વામિવાત્સલ્યનું આયોજન કરાયું હતું. પ્રાચીન તીર્થભૂમિના વિશાળ ધર્મસ્થાનોની ધ્વજાઓ જ્યાં મુક્ત મને લહેરાય છે. પ્રવર્તમાન પૂજ્યશ્રીની નિશ્રામાં થઇ, થવાની ધર્મપ્રભાવના અવિસ્મરણીય નાદ સર્વત્ર ગાજી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ