Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - પીપલોદમાં વેસ્ટમાંથી બેસ્ટ ડેકોરેશન ઃ 220થી વધુ પ્લાસ્ટિકની બોટલોની રંગીન રોશનીમાં શ્રીજી

પીપલોદમાં વેસ્ટમાંથી બેસ્ટ ડેકોરેશન ઃ 220થી વધુ પ્લાસ્ટિકની બોટલોની રંગીન રોશનીમાં શ્રીજી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

પ્લાસ્ટિકની બોટલોનું તળિયું કાપીને તેના પર સ્વસ્તિક અને ઓમની ડિઝાઈન બનાવી

  • Surat - પીપલોદમાં વેસ્ટમાંથી બેસ્ટ ડેકોરેશન ઃ 220થી વધુ પ્લાસ્ટિકની બોટલોની રંગીન રોશનીમાં શ્રીજી
    શ્રીજી મંડપમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોનું ડેકોરેશન કરવામાં આવ્યું

    રિલિજિયન રિપોર્ટર.સુરત શહેરના ભપકાદાર શ્રીજીની સામે પીપલોદના કંચેશ્વર એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટીકની બોટલો સાથે રંગીન રોશની ધરાવતા શ્રીજી વેસ્ટમાંથી બેસ્ટનો સુંદર સંદેશો આપ્યો છે. પીપલોદના માત્ર પાંચ મિત્રોએ પાણીની બોટલનો પીરામીડ બનાવી કલર કરી રંગીન રોશનીથી એકદમ સસ્તામાં શ્રીજીને ઝળહળા કર્યા છે.

    કંચેશ્વર એપાર્ટમેન્ટના 5 મિત્રોએ બોટલનો પિરામિડ બનાવ્યો

    આ વર્ષે તાપી નદીમાં પાણીની અછતને કારણે પર્યાવરણને અનુલક્ષીને ગણા શ્રીજી મંડળોએ અભિયાન ચલાવ્યા છે. તેમાં પીપલોદના કંચેશ્વર એપાર્ટમેન્ટના ત્રણ છોકરા અને બે છોકરીઓના ગ્રુપે નકામી પીવાના પાણીની બોટલોને શણગારી મંડપમાં ડેકોરેશન કર્યું છે. આ અંગે ગ્રુપના દીવ્યેશભાઈ પટેલે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષથી અમે માત્ર માટીની મૂર્તિઓની સ્થાપના કરીએ છીએ. તેની સાથે પ્લાસ્ટિક વેસ્ટ અને સ્વચ્છતા પર પણ ફોક્સ કર્યું છે. આ વર્ષે પ્લાસ્ટિક પર પ્રતિબંધને ધ્યાનમાં રાખી પાણીની નકામી બોટલોનો ઉપયોગ કર્યો છે. મંડપમાં શ્રીજીની ચાર ફૂટની માટીની પ્રતિમા છે. તેના બેકગ્રાઉન્ડમાં નકામી પ્લાસ્ટીકની બોટલોનો પીરામીડ બનાવ્યો છે. નીચેની બોટલો પાણીથી ભરી છે, જેથી પીરામીડ તૂટી ન પડે. જ્યારે ઉપરની બોટલોના તળિયાને કાપી તેના પર સ્વસ્તિક અને ઓમના ચિત્રો બનાવ્યા છે. તેમાંથી એલઈડીની રોશની પસાર કરતા સુંદર નજારો જોવા મળે છે. આ બધું તૈયાર કરતા અમને પાંચ દિવસ લાગ્યા હતા. તેમાં 220 જેટલી બોટલો વાપરી છે. 3 મીટર દોરી, 6 સેલોટેપ, 1 કિલો ફેવિકોલ અને 200 ગ્રામ કલરમાં અમારૂ ડેકોરેશન પૂર્ણ થઈ ગયું છે. હવે અનંત ચતુર્દશી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેમાં ભજનસંધ્યા, રમતગમત, કલર થીમ અને નિત્ય પૂજા આરતીના કાર્યક્રમો યોજાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending