Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - હરિઓમ માર્કેટના બે વેપારી સહિત 3એ 1 કરોડનું જોબવર્ક કરાવી 11ને નવડાવ્યા

હરિઓમ માર્કેટના બે વેપારી સહિત 3એ 1 કરોડનું જોબવર્ક કરાવી 11ને નવડાવ્યા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:16 AM

મંદીના સમયમાં રિંગ રોડની હરિઓમ માર્કેટના બે વેપારી સહિત ત્રણએ એક કરોડથી વધુનું જોબવર્ક કરાવી 10 કારખાનેદારોને...

  • Surat - હરિઓમ માર્કેટના બે વેપારી સહિત 3એ 1 કરોડનું જોબવર્ક કરાવી 11ને નવડાવ્યા
    મંદીના સમયમાં રિંગ રોડની હરિઓમ માર્કેટના બે વેપારી સહિત ત્રણએ એક કરોડથી વધુનું જોબવર્ક કરાવી 10 કારખાનેદારોને નવડાવીને ભાગી જતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

    પુણાગામ અર્જુનનગર સોસાયટીમાં રહેતા એમ્બોઇડરી કારખાનેદાર અશોકભાઈ કાળુભાઈ માંગરોળિયા સાડીઓ માર્કેટમાંથી લાવીને તેમાં મજૂરીથી એમ્બોઇડરીનું જોબવર્ક કરે છે. જાન્યુઆરીમાં તેઓ હરિઓમ માર્કેટના વેપારી દિલીપ સિંગ અને જીતેન્દ્રકુમાર પાસેથી દલાલ રાકેશ નાયક હસ્તકે જોબવર્કનું કામ રૂ.14.59 લાખનું કર્યું હતું. જેની મજૂરીના નાણાં બે મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. ઉપરાંત અન્ય 10 કારખાનેદારોએ પણ બન્ને વેપારીઓ પાસેથી સાડીઓમાં જોબવર્કનું કામ કરીને તેમની પણ મજૂરી નાણાં રૂ.88.15 લાખ લેવાના બાકી છે. 11 કારખાનેદારો પાસેથી બન્ને વેપારીઓ 1 કરોડનું સાડીઓમાં જોબવર્ક કરાવીને નાણાં ન ચૂકવી રાતોરાત દુકાન બંધ કરીને ભાગી ગયા હતા. આખરે કારખાનેદારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે હરિઓમ માર્કેટના વેપારી દિલીપ યશપાલ સિંગ (રહે. એકતા એપાર્ટમેન્ટ, ઉધના), ભાગીદાર જિતેન્દ્ન શ્રીકમલ સિંગ અને કાપડદલાલ રાકેશ નાયક ઉર્ફે મજનુ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    ગ્રે કાપડ ખરીદી રૂપિયા 15 લાખ હડપ કર્યા

    સરથાણા સીમાડા રોડની પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતા ગોપાલ ચંદુભાઈ અમીપરાએ 14મી જુલાઈએ ડિંડોલીના નીશા સુબોધસિંગ અને સુબોધ સિંગને 14.78 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર વેચ્યો હતો. બે મહિના બાદ પણ નાણાં ન આપતાં આખરે કાપડવેપારીએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા બંને સામે ગુનો નોંધાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ