11.82 લાખ બાળકોના ટાર્ગેટ સામે 10.89 લાખ બાળકોએ રસી મુકાવી

92 ટકા કામગીરી સાથે ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન પૂર્ણ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - 11.82 લાખ બાળકોના ટાર્ગેટ સામે 10.89 લાખ બાળકોએ રસી મુકાવી
છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલું ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શહેરમાં 10.89 લાખ બાળકોને રસી મૂકવા સાથે 92 ટકા કામગીરી સાથે પૂર્ણ થયું છે.

વર્ષ 2022 સુધીમાં ઓરી-રૂબેલાને નાબૂદ કરવા માટે 16 જુલાઇથી 15 સપ્ટેમ્બર સુધી 9 વર્ષથી લઇ 15 વર્ષ સુધીના બાળકોમાં એમઆરની રસી મૂકવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગની ટીમે શહેરની ખાનગી તથા સરકારી સ્કૂલોમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતના સમયે જ રસીને લઇ ઉડેલી અફવાથી અમુક શાળાઓમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો. 15 સપ્ટેમ્બરે અભિયાન પૂર્ણ થયું ત્યારે શહેરમાં 11,83,956 બાળકો સામે 10,89,309 બાળકોમાં રસી મૂકાતા 92 ટકા કામગીરી પૂરી થઇ છે.

બાકી બાળકોએ નજીકના હેલ્થ સેન્ટરમાં રસી મુકાવી

ઓરી-રૂબેલાની એમ. આરની રસી મૂકવાનું અભિયાન પૂર્ણ થઇ ગયું છે પરંતુ હજુ પણ કોઇ બાળક બાકી રહી ગયું હોય તો નજીકના હેલ્થ સેન્ટરો પર મુકાવી શકે છે ડો. પી.એચ.ઉમરીગર, આરોગ્ય અધિકારી, પાલિકા

X
Surat - 11.82 લાખ બાળકોના ટાર્ગેટ સામે 10.89 લાખ બાળકોએ રસી મુકાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App