ડિંડોલીમાં બે દુકાનોનાં તાળાં તૂટ્યાં, 1 લાખથી વધુની ચોરી

સીસીટીવી કેમેરામાં એક શખ્સ દેખાય છે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:16 AM
Surat - ડિંડોલીમાં બે દુકાનોનાં તાળાં તૂટ્યાં, 1 લાખથી વધુની ચોરી
ડિંડોલીમાં એકસાથે બે દુકાનોનાં તાળાં તોડીને એક લાખથી ‌વધુની ચોરી કેમેરાના નુકસાન કર્યું છે. સીસીટીવી કેમેરામાં એક શખ્સ ચોરી કરતો નજરે ચઢે છે. ડિંડોલી પોલીસે ચોરને શોધવા કવાયત હાથ ધરી છે.

ડિંડોલી નવાગામ અશ્વિની પાર્ક રહેતા અને ડિંડોલી શ્રી રેસિડન્સીમાં ઓટો કન્સલ્ટન્ટની દુકાન ચલાવતાં ચંદ્રકાંત રામરતન મોર્યાની દુકાનમાં 14મી તારીખે રાત્રે ચોરી થઈ હતી. કટર વડે શટલની કડીઓ કાપી દુકાનમાં પ્રવેશીને લેપટોપ, રોકડ, ડીવીઆર મળી 98 હજારની ચોરી કરી હતી. ઉપરાંત ચોરએ દુકાન નં-4માં પણ ચોરી કરી હતી. જેમાંથી ચોરએ 4 હજારની રોકડ ચોરી કરી હતી. લાખથી વધુની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસે ફુટેજના આધરે તપાસ શરૂ કરી છે.

X
Surat - ડિંડોલીમાં બે દુકાનોનાં તાળાં તૂટ્યાં, 1 લાખથી વધુની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App