તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરી યાદોં કા શહર.!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરી યાદોં કા શહર.!

{ સંજય ચોક્સી

ઇતિહાસકાર

જગન્નાથ શેઠની જાહો જલાલી નવાબને ખૂબ ખુંચતી હતી !

સૈ કાઓ પહેલા શરાફ, સોદાગર અને વહાણવટાનાં વણિક વેપારી હરજી સુરજી પારેખનાં પુત્ર લાલદાસને ઈ.સ.1723ની 10 ડિસેમ્બરે એંગ્રેજોનાં મુખ્ય શરાફ તરીકેની પદવી મળી. લાલદાસનાં પાંચ સંતાનોમાં સૌથી મોટા જગન્નાથ શેઠ ખુબ મિલનસાર અને સેવાભાવી વહીવટી કુશળ હોવાથી કોર્ટ દરબારમાં એમને સારું સ્થાન મળતું. તેઓ રાજકીય બાબતોમાં આગળ પડતો ભાગ લેતાં હોવાથી એમની સલાહ-સુચના પ્રમાણે શહેરનાં મુખ્ય કામો થતાં હતાં. સમયનાં જગન્નાથ નવાબ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સુલેહ, શાંતિ અને સુમેળ જાળવવામાં મુખ્ય ભાગ ભજવતા હતા. સમય દરમિયાન સુરતમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી વિલિયમ વેઈક દ્વારા જગન્નાથ શેઠને ઈ.સ. 1746ની 20 મી ફેબ્રુઆરીનાં રોજ 3000 સિપાઈઓનાં વડા સુબેદાર તરીકે નિમ્યા અને સુર્વણ ચંદ્રક એનાયત કર્યો. જગન્નાથ શેઠને એમની વફાદારી બદલ દિલ્હીનાં બાદશાહે 27 સપ્ટેમ્બર ઈ.સ. 1759નાં રોજ સુરત જિલ્લાનાં ધમડાછા ગામની જાગીર બક્ષિસમાં આપી અને સુરતનાં નગરશેઠની પદવી આપી. જગન્નાથ નગરશેઠનું વર્ચસ્વ અને જાહોજલાલી નવાબને ખુંચતી હતી તેથી એક વખત જ્યારે જગન્નાથ નવાબ મોઈનુદીન ખાનને મળવા ગયાં ત્યારે પાછા ફરતી વખતે તેમને મારી નાખવા નવાબે આરબોને તેમની પાછળ વહાણમાં મોકલ્યાં પણ ચતુર જગન્નાથને કાવતરાની ગંધ આવી જતાં અંગરક્ષક મેઘા આરબે જગન્નાથની વીંટી કાઢી નવાબનાં આરબોને આપી દીધી અને તાડી પીવડાવી નશામાં ચકચુર કરી દીધા. વહાણ સુંવાળી નજીક પહોંચતા જગન્નાથ અને મેઘા આરબે પાણીમાં છલાંગ મારી અને કિનારે પહોંચી ગયા. સુંવાળીના એક મંદિરનાં પુજારીએ બંનેને આશરો આપ્યો. વાતાવરણ શાંત થતાં શેઠે પુજારી સાથે શેઠાણીને સમાચાર મોકલ્યા અને શેઠાણીએ જગન્નાથ શેઠ અને મેઘા આરબ માટે સુંવાળી ઘોડાગાડી મોકલાવી અને તેઓ હેમખેમ પરત ફર્યાં.

અન્ય સમાચારો પણ છે...