મજૂરાગેટ બ્રિજ પર વાયર પડતાં બાઇકચાલક ઈજાગ્રસ્ત

કેબલ વીંટળાઈ જતાં બાઇક સાથે પટકાયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:15 AM
Surat - મજૂરાગેટ બ્રિજ પર વાયર પડતાં બાઇકચાલક ઈજાગ્રસ્ત
મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતો કેબલ વાયર તુટીને ત્યાં નીચેથી પસાર થતા બાઈક સવાર યુવક પર પડતા બાઈકનું સંતુલન ગુમાવી પટકાયેલો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને ત્યાંથી પસાર થતા એક તબીબે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર બેગમપુરા મૃગવાન ટેકરા ખાતે રહેતા સલમાન રફીક શેખ ટીફીન પહોંચાડવાનું કામ કરે છે. રવિવારે બપોરે તેઓ બાઈક લઈ અઠવાલાઈન્સથી મજુરા ગેટ તરફ આવતા હતા. તેઓ આઈટીઆઈની સામે ફ્લાય ઓવર બ્રિજ ચઢતા હતા. ત્યારે અચાનક ઉપરથી પસાર થતો ટીવી કેબલનો વાયર અચાનક તુટીને તેમની ઉપર પડ્યો હતો અને ચાલુબાઈકે કેબલ તેમને વિટળાંઈ ગયો હતો. જેથી સંતુલન ગુમાવી દેતા તેઓ બાઈક સાથે પટકાઈ ગયા હતા.

આ સાથે અન્ય વાહન ચાલકો પણ પડતા પડતા બચ્યા હતા. આ અકસ્માતમાં રફીક શેખ ગંભીર રીતે ઘવાયા હતા તે વખતે ત્યાંથી પસાર થતા સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટર પિયુષ બાબરીયાનું ધ્યાન જતા તેઓ તેમને તાત્કાલિક સારવાર માટે પોતાની બાઈક પર જ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

X
Surat - મજૂરાગેટ બ્રિજ પર વાયર પડતાં બાઇકચાલક ઈજાગ્રસ્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App