• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - લારી-ગલ્લાવાળાને સમય આપતા નથી તો ગોડાઉનવાળાને કેમ આપો છો? : વિપક્ષ

લારી-ગલ્લાવાળાને સમય આપતા નથી તો ગોડાઉનવાળાને કેમ આપો છો? : વિપક્ષ

મહાનગર પાલિકાએ નડતરરૂપ ગોડાઉનો 3 વર્ષ પહેલા સીલ કર્યાં હતાં કોંગી કોર્પોરેટર કપિલા પટેલે તો મનપા કમિશનરને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:15 AM
Surat - લારી-ગલ્લાવાળાને સમય આપતા નથી તો ગોડાઉનવાળાને કેમ આપો છો? : વિપક્ષ
એકને ગોળ ને એકને ખોળની નીતિ કહો કે વહાલાદવલાની નીતિ ભાજપના શાસકો અપનાવતા હોવાનું કહી કોંગ્રેસી નગરસેવિકાએ શાસકોને ઝાટકી નાખ્યા હતા. હાલમાં શહેર આખામાં પાલિકા દ્વારા દબાણ અને ટ્રાફિકના નામે લારી-ગલ્લાઓ હટાવવાની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દરમિયાન ટ્રાફિકને નડતરરૂપ ભાઠેના વિસ્તારના ટ્રાન્સપોર્ટ ગોડાઉનો છેલ્લાં 3 વર્ષથી માત્ર ને માત્ર ‘નોટિસ-નોટિસ’નું નાટક કરી નહીં હટાવતાં વિવાદ વકર્યો છે. રિંગ રોડ વિસ્તારમાં ટેક્ટાઇલ માર્કેટોનાં ગોડાઉનો ભાઠેના, ભારતનગર તથા ઉમરવાડા વિસ્તારમાં આવેલાં છે. આ વિસ્તારમાં અંદાજે 200થી વધુ ટ્રાન્સપોર્ટ ગોડાઉનો છે. આ વિસ્તારમાં ગોડાઉન ટ્રાફિકને નડતરરૂપ હોવાથી તેને 3 વર્ષ પહેલાં જ સીલ કરવાની કામગીરી કરી હતી. દરમિયાન ટ્રાન્સપોર્ટર્સની રજૂઆતના પગલે પાલિકાએ સીલ ખોલી અમુક દિવસમાં ગોડાઉનો હટાવવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું.

જોકે, ત્યાર બાદથી પાલિકાએ માત્ર ને માત્ર નોટિસ આપ્યા સિવાય કોઈ કામગીરી જ કરી નથી! આ મુદ્દે તાજેતરમાં મળેલી પાલિકામાં મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસની નગરસેવિકા કપિલા પટેલે મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શહેરમાં છેલ્લાં 15 દિવસથી દબાણના નામે લારી-ગલ્લા ઉઠાવવામાં આવી રહ્યા છે. લારી-ગલ્લાવાળાઓને સમય આપતા નથી તો ગોડાઉનવાળાને કેમ આપો છોω ગોડાઉન હટાવવા મુદ્દે તો તેમણે મનપા કમિશનરને તો ‘તમારા સગાવાળા છે, કોઈની રહેમનજર છેω’ એમ પરખાવી દીધું હતું. જેથી જવાબમાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ગોડાઉન શહેરની બહાર લઇ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 3થી 4 મહિનામાં હટાવવાનું આયોજન કરાશે. હવે જોવાનું રહ્યું કે ગોડાઉન ક્યારે શહેરમાંથી દૂર થાય છેω

પૂર્વ કમિશનર તોરવણે ટ્રાફિકમાં ફસાયા હતા

આંજણામાં સિદ્ધિ વિનાયક મંદિર તરફ જતા રોડ, ભાઠેના તરફ જતો રોડ તથા ભાઠેના તરફ બી.આર.ટી.એસ. કેનાલ રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનોને કારણે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી જાહેર જનતાને ખૂબ જ તકલીફ પડતી હતી. બે વર્ષ અગાઉ પૂર્વ કમિશનર મિલિન્દ તોરવણે પણ અહીં ટ્રાફિકમાં ફસાતાં તાત્કાલિક ધોરણે ગોડાઉનો સીલ કરાવ્યાં હતાં.

X
Surat - લારી-ગલ્લાવાળાને સમય આપતા નથી તો ગોડાઉનવાળાને કેમ આપો છો? : વિપક્ષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App