Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - નવસારીમાં યુવકોને નગ્ન કરી મારવાના કેસમાં ડીવાયએસપીએ તપાસ શરૂ કરી

નવસારીમાં યુવકોને નગ્ન કરી મારવાના કેસમાં ડીવાયએસપીએ તપાસ શરૂ કરી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:15 AM

સુરતના ચાર જણાને નવસારી ગ્રામ્ય પોલીસે નગ્ન કરી મારવાની ઘટનામાં ડી.વાય.એસ.પીએ તપાસ શરૂ કરી છે. બે દિવસોમાં તપાસ...

  • Surat - નવસારીમાં યુવકોને નગ્ન કરી મારવાના કેસમાં ડીવાયએસપીએ તપાસ શરૂ કરી
    સુરતના ચાર જણાને નવસારી ગ્રામ્ય પોલીસે નગ્ન કરી મારવાની ઘટનામાં ડી.વાય.એસ.પીએ તપાસ શરૂ કરી છે. બે દિવસોમાં તપાસ પૂર્ણ કરી ઉચ્ચ પોલીસ અધિકારીને રીપોર્ટ સબમીટ થવાની ધારણા છે. સંલગ્ન પોલીસ અધિકારીના ‘સ્ટેટમેન્ટ’ લેવાનાં શરૂ છે. સ્ટેટમેન્ટ સાથે સીસીટીવી,પૂરાવા પણ પોલીસ ભેગા કરી રહી છે. ડીવાયએસપી દેસાઇએ કહ્યું કે, તપાસ શરૂ થઈ છે. જે બે દિવસમાં પૂર્ણ થાય તેવી આશા છે. ઇન્ચાર્જ ડીએસપી રાણાએ કહ્યું કે ઘટનામાં પોલીસ-ભોગ બનનારના નિવેદનો લવાશેે. હોસ્પિટલનો યુવકોનો મેડીકલ રીપોર્ટ હજુ મેળવાયો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ