માણેકપોરના કેપ્ટન માણેકની પદ્મશ્રી માટે પસંદગી

Surat - માણેકપોરના કેપ્ટન માણેકની પદ્મશ્રી માટે પસંદગી

DivyaBhaskar News Network

Sep 17, 2018, 03:15 AM IST
તાજેતરમાં ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ હોમ એફર્સ નવી દિલ્હી ખાતે વર્ષ 2019 માટે ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ના પદ્મશ્રી એવોર્ડ માટે ગુજરાતના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહીશ કેપ્ટન એ ડી, માણેક નું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું જેને લઇને ગ્રામજનો સહિત પંથકમાં ની લાગણી ફેલાઇ જવા પામી હતી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના મૂળ વતની હાલ મુંબઇ સ્થાયી થયેલા કેપ્ટનઅમૃતભાઈ .ડી માણેકની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થવા પામી છે. અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલા અને નાનપણ ખેતરમાં બાળ મજૂરી સાથે અભ્યાસ કરતા એવા સામાન્ય પરિવારના એડી માણેક જયારે નાના હતા તીયારે આકાશમાં ઉડતા વિમાનને જોઈને એમણે જોયું હતું નાનપણથી પાઇલોટ બનવાનું સ્વપન જોયું હતું.નાનપણ થી અભ્યાસમાં તેજસ્વી એવા કેપ્ટન એડી માણેકને પોતાની અભ્યાસ માટેની ભારે મહેનત ને કારણે તેમજ 16 વર્ષ સુધી સતત પ્રયત્નો બાદ સ્વપ્ન પૂરું કર્યું હતું પોતાના સ્વપ્નો પૂર્ણ કરવા માટે ગુજરાત સરકારની શૈક્ષણિક સહાય મેળવો પાયલોટ બન્યા હતા. વિસ્તાર ના પ્રથમ પાઇલટ બનીને ભારે નામના મેળવી હતી. પાયલટ બન્યા બાદ અત્યંત સરળ અને સતત લોકોની સેવા કરતા સહજ સ્વભાવના એ.ડી માણેક દેશ સમાજ શિક્ષણક્ષેત્રે આપેલી એમની ઉમદા સેવા ને ધ્યાનમાં લઇ ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ થયા હતા જેને લઈને સુરત જિલ્લા સહિત બારડોલી તાલુકા માણેકપુર ગામ અને પંથકમાં ભારે આનંદની લાગણી પથરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન ઇડી માણેક તેમની કામગીરીને લઇને અવારનવાર નાના-મોટા એવોર્ડ મળ્યા છે પરંતુ હાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવાર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

માણેકપોર ગામના રહીશ અને કેપ્ટન એ.ડી માણેક.

X
Surat - માણેકપોરના કેપ્ટન માણેકની પદ્મશ્રી માટે પસંદગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી