તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાઅગ્રણી આજે નીતિન પટેલને રજૂઆત કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીરા પર GST રીવાઇઝ કરવાની માંગ

રફ,ડાયમંડજોબવર્ક તથા પોલિશ્ડ ડાયમંડ પર જાહેર કરાયેલા જીએસટીનો દર સમકક્ષતાના સિધ્ધાંત વિરુધ્ધ અને હીરાઉદ્યોગને વિલક્ષણતાને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવેલી હોઇ તેવો શહેરના ડાયમંડ અગ્રણીઓનો મત છે જેને પગલે હીરા ઉદ્યોગના વિવિધ સેક્ટર પર જીએસટીના દરની અસરો જણાવી આજે સુરત ડાયમંડ એસોશિએશન પ્રમુખ તથા જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા તથા ડાયમંડ અગ્રણીઓ ગાંધીનગર નિતિન પટેલને મળી ડાયમંડ પર રજુ થયેલા જીએસટી સ્ટ્રક્ચરને રીવાઇઝ કરવાની રજુઆત કરશે.

હીરા ઉદ્યોગમાં વર્કિગ કેપીટલની મોટી જરૂરિયાત રહેતી હોવાથી નાના કારખાનેદારો બેંકની લોન અથવા શરાફ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લઇ ધંધો કરતાં હોઇ છે.જેમાં તેમનું માર્જીન પણ નીચું હોઇ છે.80 થી 90 ટકા હીરાનું કટીંગ અને પોલિશ્ડ નાના તાલુકા કે ગામાડાઓમાં આવેલા એસએમઇ સેકટર દ્વારા કરવામાં આવે છે.ડ્યુટી અને વેટમાંથી બાકાત તેના પર હવે 0.25 ટકાનો જીએસટીનો દર ઉંચા મૂલ્ય ધરાવતા રફ માટે કર તે બંધનની દ્વષ્ટિએ સમગ્ર ઉદ્યોગને નુકશાનપાત્ર છે.

રફ પર GST નાના યુનિટો માટે જોખમરૂપ

જોબવર્કમાં 0.63 બિલિયન USDની મુડી ફસાશે

આયાતથતો કાચો હીરો કટિંગ અને પોલિશીંગ માટે 2-3 અલગ-અલગ જોબવર્કર પાસે ફરે છે.મોટાભાગના કેસમાં પ્રિન્સીપાલ મેન્યુફેકચરર જોબવર્ક કરાવી નિકાસ કરે તેવું બનતું નથી.કાચા હીરા ઇમ્પોર્ટ કરનાર, જોબવર્ક કરનાર તથા એક્ષ્પોર્ટ કરનાર અલગ-અલગ વ્યકિતઓ હોઇ છે.18 ટકા જીએસટીના સામે એક મેન્યુફેકચરીંગ સાઇકલ 6 થી 8 માસની હોઇ છે અને 24 બિલિયન યુએસ ડોલરની નિકાસ સામે 7 બિલિયન યુએસ ડોલરનું વેલ્યુએડીશન થાય છે. જેના કારણે 0.63 બિલીયન ડોલરની મૂડી ફસાશે એવામાં દરેક જોબવર્કના સ્તરે લગાવવામાં આવતી આઇજીએસટી કે જીએસટી નાના યુનિટ હોલ્ડરની કમરતોડી નાંખશે.

પોલિશ્ડપર જીએસટીના સ્થળાંતરનું કારણ

ગુજરાતમાંવેટમાંથી મુક્ત પોલિશ્ડ પર સીધી 3 ટકાની જીએસટી ડાયમંડ સેકટર માટે મોટો બોજ સમાન છે.કાચા હીરાથી લઇ પોલિશ્ડ સુધીમાં 4-5 યુનિટોમાં ફરતતાં કાતા હીરા પર 0.25 થી લઇને તૈયાર હીરા પર 3 ટકાનો દર પેટે વર્કીગ કેપીટલનું કર પેટે સરકારી તિજોરીમાં ભરણું થશે.સ્વભંડોળ ધરાવતા યુનિટોનું 3 ટકા જીએસટી લાગુ થવાથી નિકાસલક્ષી ટર્નઓવર અંદાજે 20 ટકા જેટલું ઘટી જવાની સંભાવના છે પ્રર્વતમાન ટર્નઓવર ટકાવી કાખવા વ્યાજે ધિરાણ લીધેલા નાણાં પરનો નફો પણ 0.5 ટકા ઘટી જાય તેમ છે ક્ષેત્રમાં માર્જિન પણ 1 થી 2 ટકાનું હોઇ ત્યારે 3 ટકાનું કર ભારણ ઉદ્યોગોના સ્થળાંતરનું કારણ બની શકે જેના કારણે શ્રીલંકા,બાંગ્લાદેશ જેવા સ્પર્ધાત્મક દેશોને લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...