તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડુમસ રોડનું નામ રાજા પટેલ રોડ કરવા ધારાસભ્યએ ભલામણ કરતાં વિવાદ

ડુમસ રોડનું નામ રાજા પટેલ રોડ કરવા ધારાસભ્યએ ભલામણ કરતાં વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસ -ભીમપોરવાસીઓએ વાંધો ઉઠાવી પાલિકાને રજૂઆત કરી

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

વર્ષોપહેલા જ્યારે શહેરની બહાર કોઇ વ્યક્તિ આવે અને તેને ફરવા લાયક સ્થળની વાત કરે તો લોકો ડુમસ ફરવા લઇ જતા હતા. જેથી રસ્તાની ઓળખ સુરત ડુમસ રોડ થઈ ગઈ છે. છતાં ચોર્યાસીના ધારાસભ્ય સ્વ.રાજાભાઇ પટેલની પુત્રી ઝંખના પટેલે સુરત ડુમસ રોડને સ્વ.રાજાભાઇ પટેલ માર્ગ આપવાનો હઠાગ્રહ સેવતા વિવાદ સર્જાયો છે.

માટે ઝંખના પટેલે ભલામણ પત્ર પાઠવતા પાલિકાએ સ્થાનિક કોર્પોરેટર પાસે તેનો અભિપ્રાય મંગાવ્યો હતો. જેથી ડુમસ અને ભીમપોરવાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમાં ડુમસ ગામવાસીઓએ સુરત ડુમસ રોડ નામ આપવા માટે પાલિકામાં આજે રજુઆત કરી છે. જ્યારે ભીમપોર ગામવાસીઓએ સુરત ડુમસ રોડનું નામ સ્વ.સી.કે. પીઠાવાલા માર્ગ નામ આપવાની રજુઆત કરી છે

વિવાદ થવાનું કારણ

રાજાભાઇ પટેલ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન અને ચોર્યાસીના ધારાસભ્ય હતા. તેથી તેઓએ રાજકારણમાં એક આગવું નામ ઉભું કર્યુ હતું. તેમાં કોઇ બે મત નથી. પરંતુ રાજકીય વ્યક્તિના નામે કોઇ રસ્તાનું નામ આપવાની હિલચાલથી વિવાદ ઉભો થયો છે.

સુચિત્રાપટેલને વાંધો

પહેલાસ્થાનિક કોર્પોરેટર પાસે અભિપ્રાય લેવાય છે, જેના આધારે પાલિકાની સાંસ્કૃતિક સમિતિ દરખાસ્ત તૈયાર કરીને નિર્ણય લેતી હોય છે. પરંતુ સુરત ડુમસ રોડને સ્વ.રાજાભાઇ પટેલ માર્ગ આપવાની ધારાસભ્ય ઝંખના પટેલની ભલામણ સામે ડુમસ ગામવાસીઓએ બેઠક કરીને સ્થાનિક કોર્પોરેટર સુચિત્રા પટેલને લેખિત રજુઆત કરી હતી. તેના કારણે લેખિત સંમતિ સુચિત્રા પટેલે નહીં આપી વાંધો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...