તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્સટાઇલ પર એકસમાન જીએસટી દર માટે એક સૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીસામે ટેક્સટાઇલ ઉદ્યોગમાં નારાજગી ભારે છે. સિન્થેટીક ચેઇન પર જીએસટીના વિસંગત દરના કારણે વીવર્સ અને ટ્રેડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સામે નહી મળતા રીફંડથી ટેક્સનો બોજ વધે તેવી દહેશતના પગલે ગુરૂવારે સાંસદ સી.આર.પાટીલની આગેવાનીમાં ટેક્સટાઇલ અગ્રણીઓ ફાઇનાન્સ સેક્રેટરી અર્જુન મેઘવાલ સાથે દિલ્હીમાં બેઠક કરી સમગ્ર સિન્થેટીક ચેઇન પર જીએસટીનો એકસમાન દર લાગુ કરવાની માંગ કરાશે.

બુધવારે દિલ્હી ફાઇનાન્સ મંત્રાલયને રજૂઆત કરવા ગયેલા એસઆરટીઇપીસીના ચેરમેન નારાયણ અગ્રવાલે જ્ણાવ્યું હતું કે,વીવર્સ અને ટ્રેડર્સને માલ વેચાણ સામે સરપ્લસ ક્રેડિટ બચે જે રીફંડ મળવું જોઇએ સાથે યાર્ન સમગ્ર ચેઇન પર 5 ટકા જીએસટીનો દર લાગુ કરવો જોઇએ જો તે શક્ય હોઇ તો યાર્ન પર 12 ટકાનો રેટ લાગુ થાય તો ઇન્ડસ્ટ્રીને નુકસાનમાંથી બચાવી શકાશે.

જીએસટીનો કાયદો ખીચડી સમાન

^જીએસટીના દરના કારણે કમ્પોઝીટ યુનિટ દ્વારા તૈયાર થતું ફિનિશ્ડ ગુડસ 9 રૂપિયા સસ્તું બનશે.જેથી હરીફાઇમાં ટકવું અઘરું થશે. > આશાદવે,વાઇસ પ્રેસિડન્ટ,સાઉથગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ

હરીફાઇમાં ટકવું અઘરૂ

^જીએસટી સંઘર્ષ સમિતિ બનાવી દઇ 9 તારીખે ટોકન સ્ટ્રાઇક કરવા અંગે વિચારણા કરીશું ત્યારબાદ 15મી જુનથી વિરોધ નોંધાવી હડતાલ કરીશું. > તારાચંદકાસાટ,માજી ડિરેક્ટર,ફોસ્ટા

વિરોધ કરી હડતાળ કરીશુ

^વંડી,માલેગાંવ, અમદાવાદ, સુરત,પાલી, જોધપુર,ભીલવાડા,વગેરે શહેરોનો ટેક્સટાઇલ અગ્રણીઓ સાથે બેઠક કરી જીએસટીના દર અંગે આગળની વ્યુરચના તૈયાર કરીશું રાજ્યની જીએસટી કાઉન્સીલને રજુઆત કરીશું. > મનોજઅગ્રવાલ,ફોસ્ટા,પ્રમુખ

વ્યૂહરચના ઘડાશે

જીએસટી કાઉન્સિલની 11મી જુને બેઠક બાદ જીએસટી દરમાં ફેરફાર થવું અશક્ય હોવાનું કન્સલ્ટન્ટનો મત છે. 3 દિવસ બાકી છતાં માર્કેટના સંગઠનોએ યોગ્ય રણનીતિ નહી તૈયાર કરતાં સમગ્ર ટ્રેડર્સ વર્ગમાં નારાજગી છે. ફોસ્ટાએ ઇમ્પેક્ટ ઓફ જીએસટી ઓન ટેક્સટાઇલ ટ્રેડર્સ વિષય પર યોજેલા સેમિનારમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી લઇને ઇ-વેબિલ તથા સરપ્લસ ક્રેડિટની ઝંઝટ સામે જીએસટીમાંથી મુક્તિ રાખવાની માંગ સાથે વેપારીઓએ હડતાળની તૈયારી બતાવી હતી.

સંગઠનો રોષ, ટ્રેડર્સની હડતાલની તૈયારી

પાંડેસરા વીવર્સ સોસા.ના પ્રેસિડન્ટ આશિષ ગુજરાતીના જણાવ્યા મુજબ જીએસટી સ્ટ્રક્ચર રીસેટ થવું જોઇએ સમગ્ર ઉદ્યોગ પર એક રેટ હોવો જોઇએ અથવા યાર્ન પર 12 ટકા જીએસટી હોવું જોઇએ. હાલ યાર્ન પર જે 18 ટકાની જીએસટી છે તેની સામે ગ્રે કાપડના વેચાણ સામે 5 ટકા ઇનપુટ મળે છે. જે દર વખતે શક્ય નહી થતાં ઇન્કમટેક્સની લાયબિલિટી વધશે.

GST વીવર્સની ટેક્સ લાયબિલિટી વધારશે

ટ્રેડર્સ અને વીવર્સને વેચાણ સાથે મળતી સરપલ્સ આઇટીસી રીફંડ મળવી જોઇએ, પ્રોસેસિંગ સેક્ટરને સર્વિસ સેક્ટરમાં નહી ગણી તેના પર ઝીંકાયેલી18 ટકા ડ્યુટીનું ભારણ ઘટાડવું જોઇએ , સમગ્ર સિન્થેટીક ચેઇન પર અેકસમાન જીએસટીનો દર, ઇમ્પોર્ટ થતા ફેબ્રિક્સ પર 5 ટકા જીએસટીની જગ્યાએ વધુ ડ્યુટી નાખવી જોઇએ.

સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગની માંગ

^લિએસ્ટર ઉદ્યોગમાં મંદીની સ્થિતિ છે તેની સામે પ્રોસેસિંગની સર્વિસમાં ગણી 18 ટકાનો જીએસટી ઇન્ડસ્ટ્રી માટે નુકશાનકારક છે.જો ટેક્સ સ્લેબનો અમલ થાય તો આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રી માટે કપરા દિવસો આવશે.ચેમ્બર પ્રમુખ પી.એમ.શાહ તથા સાઉથ ગુજરાત પ્રોસેસ એસો. વતી નાણામંત્રીને રજુઆત કરીશું. > જીતેન્દ્રવખારીયા,પ્રેસિડન્ટ,સાઉથ ગુજરાતપ્રોસેસ એસો.

ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક

સાંસદ પાટીલની આગેવાનીમાં ટેક્સટાઇલ અગ્રણીઓની રાજ્ય નાણામંત્રી અર્જુન મેઘવાલ સાથે બેઠક કરાશે

જીએસટીની વિસંગતતાના કારણે ટેક્સટાઇલ અસંતોષ

અન્ય સમાચારો પણ છે...