તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જિલ્લા પંચાયતમાં વ્યાજના નાણાંથી વિકાસ કાર્યો ચાલુ!

જિલ્લા પંચાયતમાં વ્યાજના નાણાંથી વિકાસ કાર્યો ચાલુ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતમાં છેલ્લા 20 વર્ષથી સરકારની બંધ થઈ ગયેલ યોજનાના નાણા પડી રહેલા છે. બાબતે અનેકવાર ધ્યાન દોર્યા પછી પણ સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અંતે નાણાંનું વ્યાજ વધીને 7 થી 8 કરોડ રૂપિયા સુધી પહોંચી જતાં જીલ્લા વિકાસ એજન્સીનો વિકાસ વ્યાજના રૂપિયા માંથી કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયતમાં દર વર્ષે વિવિધ યોજના અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાંટ આવે છે. સમયની સાથે યોજનાઓ બંધ પણ થઈ જાય છે. આશરે 20 વર્ષ પહેલા જીલ્લા પંચાયત ખાતે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના બંધ થઈ હતી. યોજના અંતર્ગત લાખો રૂપિયાની રકમ જીલ્લા પંચાયત ખાતે પડી રહેલ હતી. યોજના બંધ થઈ ગયા બાદ રૂપિયાનો ઉપયોગ થઈ શકે તેમ નથી. જેથી તંત્ર દ્વારા અંગે સરકારને અનેક વખત રજુઆત કરી પરંતુ કોઈ પ્રતિક્રિયા નહીં મળતા તેનું વ્યાજ વધીને 7 થી 8 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ હતું. વ્યાજની રકમ માંથી વર્ષ 2011 પછી જીલ્લા વિકાસ એજન્સી(ડીઆરડીએ) ભ‌વન બનાવવામાં આવ્યુ હતું. વ્યાજની રકમ માંથી આશરે 3 કરોડના ખર્ચે ભવન તૈયાર કરાયુ હતું. ત્યાર બાદ ભવનમાં હાલમાં આશરે 70 લાખના ખર્ચે ફર્નિચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી પણ વ્યાજના રૂપિયા માંથી કરવામાં આવી રહી છે.

સ્કીમના રૂપિયા નિયમ મુજબ ખર્ચ કરી શકાય નહીં. પરંતુ તેના વ્યાજના રૂપિયા માંથી કોઈ પણ વિકાસ કામ કરી શકાય છે. ડીઆરડીએ ભવન વ્યાજના રૂપિયા માંથી બન્યું છે. હવે ફર્નિચરની કામગીરી પણ તે માંથી કરવામાં આવશે. સ્કીમના રૂપિયા અંગે સરકારમાં પણ જાણ કરવામાં આવી છે.

અનેક વાર ધ્યાન દોર્યા પછી પણ સરકાર બેદરકાર રહેતાં વ્યાજ વધીને 8 કરોડ થઈ ગયું

20 વર્ષથી બંધ યોજનાનાં નાણાંથી કમાણી

અન્ય સમાચારો પણ છે...