તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે ધસારો : 9 દિનમાં 5 હજાર ફોર્મ ભરાયાં

સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે ધસારો : 9 દિનમાં 5 હજાર ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોની 3500 બેઠકોમાં પ્રવેશ આપવા માટે એડમીશન કમિટી દ્વારા 1 જૂનથી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર નવ દિવસની અંદર 3500 બેઠકની સામે અધધ 5 હજાર પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરાઇ ગયા છે. તરફ પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન છે. જેથી હજુ તો 21 દિવસ પ્રવેશ ફોર્મ ભરવાના બાકી હોવાથી આંકડો 10 હજારને પાર થાય એવી સંભાવના છે. જેથી સાયન્સ કોલેજોમાં એડમીશન મેળવવા પડાપડી કરી રહેલા હજારો બાળકો પ્રવેશથી વંચિત રહી જાય એવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3100 બેઠકની સામે 7800થી વધુ ફોર્મ ભરાયા હતા.

આજથી કોલેજ ખાતે હેલ્પ સેન્ટર શરૂ કરાશે

બી.કોમ,બી.બી.એ, બીસીએમાં ઘણા વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં તકલીફ પડતાં એનએસયુઆઇ દ્વારા વિવિધ કોલેજોમાં આવતીકાલથી હેલ્પ સેન્ટર શરૂ કરવાની માંગ કરી હતી. યુનિવર્સીટી શનિવારથી નવયુગ કોલેજ, ઉધના સીટીઝન, કે.પી કોલેજ, અમરોલી કોલેજ સહિતની કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ કરશે.

30મી સુધીમાં આંકડો 10 હજારને પાર જશે

અન્ય સમાચારો પણ છે...