• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પોલીસનું નાઇટ કોમ્બિંગ રીઢા સહિત 578નું ચેકિંગ

પોલીસનું નાઇટ કોમ્બિંગ રીઢા સહિત 578નું ચેકિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રવિવારે રાત્રે શહેર પોલીસે નાઇટ કોમ્બિંગ કર્યું હતું. જેમાં રીઢા ગુનેગાર સહિત કુલ 578 ગુનેગારોને ચેક કર્યા ઉપરાંત દારૂ-જુગારના કેસ અને કેટલાક ગુનેગારોની પૂછપરછ કરી હતી.

પોલીસે શહેરભરમાં નાઇટ કોમ્બિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગુનેગારોને ચેક કર્યા હતા. જેમાં એમસીઆર કાર્ડવાળા 125, હિસ્ટ્રીશીટર-77, સીમી શકમંદ-4, 1992ના બોમ્બ કાંડના આરોપી-4, શકમંદો 272 મળી કુલ 578 ગુનેગારોનો સમાવેશ થાય છે. હોટલ, ધાબા, ધર્મશાળા મળી કુલ 148 જગ્યાએ અને 15 ઝૂંપડપટ્ટીમાં પણ પોલીસે ચેકિંગ કર્યું હતું. મોડી રાત્રે રસ્તા પરથી પસાર થતા 1,928 વાહનચાલકોને અટકાવીને તેમને પણ ચેક કર્યા હતા. દારૂના 10 અને જુગારનો એક કેસ કર્યો હતો. તો 30 જેટલા ગુનેગારોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

1,928 વાહનો, 148 હોટલ,15 ઝૂંપડપટ્ટી તપાસી

અન્ય સમાચારો પણ છે...