આફ્રિકાના ફેસ્ટમાં સુરતની ફિલ્મ બતાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ બારડોલીના અસ્થાન ગામમાં શુટ કરાઇ છે. જેમાં અભિષેક ગલસર છે. જ્યારે રૂપિ મેમણ, હેતવી પ્રજાપતિ અને ઓમપ્રકાશ પ્રજાપતિ છે.

સુરતમાંથી દર વર્ષે અંદાજે 10 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવે છે. ફિલ્મો માત્ર સ્કુલ, કોલેજ અથવા યુટ્યુબ પર મુકવામાં માટે બનાવવામાં આવે છે.

ભારતમાંથી કુલ 50 ફિલ્મ ભાગ લેશે. 50 ફિલ્મોમાંથી સૌથી વધારે સાઉથની ફિલ્મો છે. જ્યારે ગુજરાતમાંથી માત્ર સુરતની 1 ફિલ્મ સિલેક્ટ કરાઇ છે.

ફિલ્મ ફેસ્ટિવલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને ભારત સહિતના દેશોમાંથી ફિલ્મ મંગાવાવમાં આવી છે.

બારમામાં ભણતી એક છોકરી અભ્યાસમાં નબળી છે. ક્લાસરૂમમાં બરાબર પરફોર્મ નથી કરતી એટલે એનાં શિક્ષક પેરેન્ટ્સને બોલાવવાનું કહે છે. છોકરી એક્ઝામ સ્ટ્રેસને કારણે આપઘાત કરવાનું નક્કી કરે છે. ટ્રેન સામે પડતું મૂકવું, પ્હાડ પરથી નીચે પડવું, ફાંસો ખાઇને મરી જવું બધાં ઓપ્શન વચ્ચે ઉંદર મારવાની દવા ખાઇને મરી જવાનું નક્કી કરે છે. મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાય છે. ત્યાં એક ભાઇ આવીને પેલા દુકાન વાળાને ખખડાવે છે, ‘આ દવા પાછી લઇ લો, ઉંદર તો શું-ચાંચડ પણ નથી મરતા..!!’ પછી ત્યાંથી પાછી ફરે છે અને ફાંસો ખાવાનું નક્કી કરે છે. દરમિયાન પેરેન્ટ્સની વાત સાંભળી જાય છે. પેરેન્ટ્સ એની કાળજી વિશે વાત કરતાં હોય છે અને વાર્તામાં ટ્વીસ્ટ આવે છે.

સાઉથ આફ્રિકામાં 15મી માર્ચથી 19 માર્ચ દરમિયાન ઇન્ડિપેન્ડન્ટ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ યોજાશે. ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી પાંચસો ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની એકમાત્ર ફિલ્મ સુરતથી પસંદ કરવામાં આવી છે. સુરતી કલાકારો અને સુરતી દિગ્દર્શક દ્વારા બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ ‘ડોટર્સ ઓનર’નું સ્ક્રીનિંગ ફેસ્ટીવલમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...