• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લકી ડ્રોના નામે રૂ.3 કરોડની ઠગાઈ કરનારા ત્રણ પકડાયા

લકી ડ્રોના નામે રૂ.3 કરોડની ઠગાઈ કરનારા ત્રણ પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બોમ્બે માર્કેટ પાસે આવેલા સમર્થ કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી મયૂર પંખના નામથી લકી ડ્રો શરૂ કરનારા નરેશ રામજી જીંજાળા, ધીરુ અને ભાવેશ (ત્રણેય રહે. મુક્તિધામ સોસાયટી, પુણાગામ, મૂળ રહે. વેળાવદર ગામ, તા. તળાજા, જિ. ભાવનગર) નામના ત્રણેય ભાઈઓએ હજારો લોકો પાસેથી રૂ. 3 કરોડથી વધુની રકમ વસૂલી હતી. લોકોએ લકી ડ્રોના નામે લોકો પાસેથી રૂપિયા લીધા બાદ ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે ત્રણેયને ઝડપી પુણાગામ પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...