• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એસ. વિનોદ કુમાર ડાયમંડના 65 રત્નકલાકારોની હડતાળ

એસ. વિનોદ કુમાર ડાયમંડના 65 રત્નકલાકારોની હડતાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશ્વિનીકુમાર રોડ ઉમીયા માતાના મંદિર સામે સ્થિત ડીટીસી સાઈટ હોલ્ડર કંપની અને અનેક દેશોમાં ઓફિસ તથા કારોબાર ધરાવતી એસ. વિનોદકુમાર એન્ડ કંપનીની પેટા કંપની સ્પાર્કલના લેસર વિભાગમાં કામ કરતા રત્નકલાકારોને કંપનીના વહિવટકર્તાઓએ દ્વારા કામના સમય દરમિયાન માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સહિત કલાકના કામમાં કલાકનું પ્રોડકશનની માંગ રત્નકલાકારોના પગારમાંથી કાપ કરી કરાતું હોવાની ફરિયાદ ડાયમંડ એસો. અને રત્નકલાકાર સંઘમાં કરાવી શનિવારથી 65 રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા હતા.આ અંગે રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરા સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યુ હતું કે,રવિવારે કામ ચાલુ રાખી સોમવારે રજા આપવાનું જણાવી તેમને વીકઓફ પણ આપવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી.ઉપરાંત પગારમાંથી પીએફ અને બોનસની રકમ કાપી તેની પણ ચૂકવણી નહી કરાતી હોવાનું રત્નકલાકારોએ ફરિયાદ કરી હતી.

સુરત ડાયમંડ એસો.ની ઓફિસ ખાતે સમાધાન અર્થે બેઠક મળી હતી તેમ છતાં સમાધાન નહી થતાં બેઠક ભાંગી પડી હતી.સોમવારે ફરી રત્નકલાકારો અને કંપનીના વડા વચ્ચે બેઠક કરી સમાધાનનો પ્રયાસ કરાવાશે.નોટબંધી બાદ ડાયમંડ ઉદ્યોગમાં પગારને લઇને ઘણાં બનાવો બની ચૂક્યા છે. રત્નકલાકારોને સમસયસર પગાર નહી ચૂકવવાની સાથે બે થી ત્રણ માસનો પગાર અટકાવી રાખવામાં આવતો હોવાની ફરિયાદ ભૂતકાળમાં ઉઠી છે.

વિદેશોમાં પણ ટ્રેડિંગ કરતી વરાછાની કંપની સામે રાવ

માનસિક ત્રાસ સાથે આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની ડાયમંડ એસો. અને રત્નકલાકાર સંઘને ફરિયાદ

પગારમાંથી પીએફ અને બોનસની રકમ કાપી તેની પણ ચૂકવણી નહી કરાતી હોવાનું રત્નકલાકારોએ ફરિયાદ કરી હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...