તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આશના ઈન્ટરનેશનલ લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરશે

આશના ઈન્ટરનેશનલ લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મહારાષ્ટ્રનાપુણેમાં 34મી સબ જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ડાઈવિંગ ઈવેન્ટમાં ગુજરાતને સૌ પ્રથમવાર રિપ્રેઝન્ટ કરતી સુરતની આશનાએ એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીતીને દેશભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે આશના આગામી સમયમાં ઈન્ટરનેશનલ લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતવાની તૈયારીઓ કરી રહી છે.મહારાષ્ટ્રના પુણેમાં 34મી સબ જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશીપમાં દેશભરમાંથી તરણવીરો આવ્યાં હતાં. જેમાં ગુજરાતને ડાઈવિંગ ઈવેન્ટમાં પ્રથમવાર કોઈ ગર્લ્સે રિપ્રેઝન્ટ કરતાં આશના નિખિલ ચેવલીએ 3 મેડલ મેળવ્યાં હતાં. આશનાએ જણાવ્યું હતું કે, ‘ડાઈવિંગની 1 મીટર સ્પ્રીન્ગ બોર્ડમાં ગોલ્ડ, 3 મીટર સ્પ્રીન્ગમાં સિલ્વર અને હાઈ બોર્ડ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. સ્પર્ધા માટે આર્મી સ્પોર્ટ ઈન્સ્ટિટ્યુ પુણેમાં રોજ સખત મહેનત કરતી હતી. સવાર બપોર અને સાંજ એમ ત્રણ સેશનમાં પ્રેક્ટિસ કરતી હતી. સવારે વાગ્યાથી પ્રેક્ટિસ શરૂ થાય તે નવ વાગ્યા સુધી અને બપોરે બે કલાક અને વળી સાંજ 3 કલાક સખત પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ 6 મહિના સુધી કરી હતી. હવે આગામી સમયમાં ઉઝ્બેકિસ્તાનમાં યોજાનારી ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે છે અને સ્પર્ધા પણ મેડલ જીતવા માટે તૈયારી ચાલું કરી દિધી છે.’

34મી સબ જુનિયર એક્વેટિક સ્પર્ધામાં આશનાએ ગોલ્ડ જીત્યો

અન્ય સમાચારો પણ છે...