તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13મીએ ફેમિકોનમાં 15 ડોક્ટર વાત કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેમિકોન 2017 માં નર્મદા શેંગાંણી આત્મા સાથેનો સંવાદ વિષય પર વાત કરશે. જેમાં અંદરની ખૂબસુરતી કઇ રીતે નિખારી શકાય વિશે વાત કરવામાં આવશે. ડો. કે.એન. સેલડીયા ડોટ્સ સારવાર વિશે વાત કરશે. પ્રિતી જોશી કાયદો હથિયાર નહીં-કવચ છે વિષય પર બોલશે. જેમાં કાયદાનો દુરૂપયોગ નહીં કરવો જોઇએ વાત પર ભાર મૂકશે. ડો. નીરવ શાહ ચશ્માથી દુર આંખોની કાળજી અને ઉપાય, ડો. સંધ્યા છાસટીયા દ્વારા ઈમરજન્સી કોન્ટ્રાપ્સિવ, ડો. સંજય પટોળીયા દ્વારા ઓબેસિટી એન્ડ ડાયાબિટીસ, ડો. મિતેશ હલવાવાલા દ્વારા પ્રિ-મેરિટલ કાઉન્સેલિંગ ઈઝ મસ્ટ ફોર હેલ્ધી ઈન્ડિયા, ડો. પ્રજ્ઞા પાઠક દ્વારા PCOD ટ્રીટેબલ ડિસીસ, મનિષ ભટ્ટ દ્વારા કાઉ મિલ્ક ઈઝ બેસ્ટ ફોર હેલ્થ , ઉદિત ચાવડા દ્વારા આય એન્ડ બ્લડ ડોનેશન, ડો. નીરજ ભણસાલી દ્વારા બાય-બાય પેઈન , ડો. અંકિત પટેલ દ્વારા કેન્સર અસાધ્ય રોગ, ડો. સંદીપ જોષી દ્વારા દાંતની સંભાળ અને સારવાર, ડો.જગદીશ સખિયા દ્વારા કેવી રીતે મેળવશો સુંદર ત્વચા અને ડો. સૌમિત્ર શાહ દ્વારા બહેરાશનો ઉપાય વિષય પર ચર્ચા કરવામાં આવશે.

સિટી રિપોર્ટર | સુરત

વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને સુરત મહાનગર પાલિકા દ્વારા 13 જુલાઈ, ગુરુવારે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ‘ફેમિકોન 2017’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત સહિત ગુજરાતના 15થી વધારે એક્સપર્ટ્સ દ્વારા વિવિધ રોગ અને તેની સારવાર વિશે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમમાં કોઈ પણ સુરતી ભાગ લઈ શકશે.

બાય-બાય પેઇન વિષય પર વાત કરાશે

Femicon 2017

અન્ય સમાચારો પણ છે...