તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછાનાં JCI ક્લબ દ્વારા સફળતા પર વાત કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિંગ્સ ઓફ ફાયર વિષય પર જે.સી.આઇ દ્વારા લેક્ચર યોજાયું

સિટી રિપોર્ટર | સુરત

વિદ્યાર્થીઓમાંલિડરશીપનો ગુણ ડેવલપ થાય અને તેઓ પોતાનાં કામ પ્રત્યે વફાદાર થાય તે હેતુથી સુરતના જેસીઆઈ સુરત સમ્રાટ ગૃપ દ્વારા આર.વી.પટેલ કોલેજ ખાતે ‘વિંગ્સ ઓફ ફાયર’ અને ‘કોન્ફિડન્સ બિલ્ડ અપ’ વિષય પર એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્સપર્ટ દર્શન મરજાદી, અશોક ગુર્જર અને જીનલ સંધવી દ્વારા લિડરશીપ અને મોટીવેશન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘કોઈ પણ પરિસ્થિતિને અલગ રીતે જોવાનો પ્રયત્ન કરો અને તમારા કામને પ્રેમ કરો. દુનિયામાં જે પણ લોકો સફળ થયા છે તે લોકો હંમેશા તેમના કામ પ્રત્યે વફાદાર રહ્યા છે, જેની પાછળનું કારણ તેમની ધીરજ છે. નાના ગોલ બનાવીને તેમાં સફળ થવાનો પ્રયત્ન કરવાથી કોન્ફિડન્સ લેવલ વધે છે અને તમારામાં રહેલી કેપેસિટી તમે જાણી શકો છો અને તમને કેપેસીટી ખબર પડી જાય પછી સફળતાનાં ચાન્સ વધી જાય છે’

CIty Club News

અન્ય સમાચારો પણ છે...