તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઉપ શાસનાધિકારી સામે ફરિયાદ કરતા શાસનાધિકારીના હાથ ધ્રૂજે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપ-શાસનાધિકારી સામે ફરિયાદ કરતા શાસનાધિકારીના હાથ ધ્રૂજે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1998-1999ના ગણવેશ સિલાઇ કૌભાંડમાં તપાસ સમિતિએ ઉપ-શાસનાધિકારી શંકર પટેલે રૂા.36 લાખની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો સ્પષ્ટ રિપોર્ટ કર્યો હોવા છતાં પાછલા 16 વર્ષથી શંકર પટેલ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં શાસનાધિકારીના હાથ ધ્રુજી રહ્યા છે.

1998-1999માં શિક્ષણ સમિતિમાં ગણવેશ સિલાઇ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રૂા.36 લાખના કૌભાંડમાં જે તે વખતના મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રના આદેશથી સવા વર્ષ સુધી ઉપ-શાસનાધિકારી શંકર પટેલને સસ્પેન્ડ કરાયા હતા. કૌભાંડમાં તપાસ સમિતિ નિમવામાં આવી હતી. જેમાં પાલિકાના ડે.કમિશનર સી.જે.ગામીતના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે શંકર પટેલે સરકારી નાણાંની ઉચાપત કરી હતી. તેમ છતાં આજદિન સુધી શંકર પટેલ સામે સરકાર સાથે ઉચાપત કરવા બદલ ફોજદારી દાખલ થઇ નથી. ગરીબ બાળકોના ગણવેશ સિલાઇના રૂા.36 લાખ બાપની પેઢી સમજીને શંકર પટેલે ચાંઉ કરી લીધા હતા. સરકાર તિજોરી સાથે ઉચાપત કરનાર શંકર પટેલને છેલ્લા 16 વર્ષથી ભાજપ શાસકો છાવરી રહ્યા છે. 1998-1999ના કૌભાંડ અંગેનો તપાસ રિપોર્ટ 8 મહિના અગાઉ શિક્ષણ સમિતિમાં આવી ગયો હતો.

ઉપ-શાસનાધિકારીને બચાવવામાં શાસકો અને મનપાના એક અધિકારીનો હાથ

ઉપશાસનાધિકારી શંકર પટેલને પાલિકાના એક ડે. કમિશનર પણ છાવરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગરીબ બાળકોના ગણવેશ સિલાઇના રૂપિયા હજમ કરી જનાર શંકર પટેલને બચાવવામાં ભાજપ શાસકો અને પાલિકાના ડે. કમિશનરનો કયો સ્વાર્થ છે? કૌભાંડમાં મ્યુનિ.કમિશનર મિલિન્દ તોરવણે દ્વારા તપાસ કરવામાં આવે તો શંકર પટેલ સામે સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ દર્જ થાય તો નવાઇ નહિં.

ગણવેશ સિલાઇના 36 લાખ હજમ કરનારા સામે ગુનો નોંધાશે ક્યારે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો