તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ કરંટ લાગતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીપોલોદનાહળપતિ આવાસમાં રહેતો દિનેશ (30) મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. શનિવારે દિનેશ પોતાની બકરી માટે ઉમરા વિસ્તારમાં આવેલા કારગીલ ચોક પાસે પીપળાના વૃક્ષ પર ચઢી પાંદડાં તોડી રહ્યો હતો. દરમિયાન એકાએક વીજ વાયર અડી લેતાં તે બેભાન થઈ નીચે પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં તે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યાંથી તેઓ બેભાન દિનેશને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દિનેશને મૃત જાહેર કરી ઉમરા પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતાં તેઓ હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેમણે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો