• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પીએમજીકેવાયને સફળ બનાવવા અધિકારીઓ 31 માર્ચ સુધી રોજ સરવે કરવાનો

પીએમજીકેવાયને સફળ બનાવવા અધિકારીઓ 31 માર્ચ સુધી રોજ સરવે કરવાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમજીકેવાયને સફળ બનાવવા અધિકારીઓ 31 માર્ચ સુધી રોજ સરવે કરવાનો ટાર્ગેટ લઇને ચાલી રહ્યા છે. ગુરુવારે રેન્જ-8 દ્વારા બેંકમાં 50 લાખ જમા કરી આઇટી નોટિસનો જવાબ નહીં આપનારા કતારગામના ડેકોર ફર્નિચરને ત્યાં તપાસ કરી હતી વેપારીએ આજે પીએમજીકેવાયમાં રૂપિયા 30 લાખની કબૂલાત કરી હતી. જ્યારે રેન્જ-9ની ટીમે ગાયત્રી એજન્સી, ગાયત્રી એક્સપોર્ટ અને ગંગોત્રી-ગાયત્રી ગ્રોસરી પર તપાસ કરી હતી જેમાં આજે વેપારીએ રૂપિયા 2.16 કરોડ કબૂલ્યા હતા. જ્યારે ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા નોટબંધી દરમિયાન બેન્કમાં રૂપિયા 18 કરોડ જમા કરાવનારા ઉધનાના ન્યૂ સ્ટોર અને ન્યૂ સ્ટાર નામક સિગારેટ અને ચોકલેટના વેપારીને ત્યા સરવે કર્યો હતો જેમાં આજે રૂપિયા 60 લાખનું ડિસ્કલોઝર આવ્યુ હતુ. જ્યારે વાપીના શાંતિમોટર્સ દ્વારા રૂપિયા 40 લાખની કબૂલાત પીએમજીકેવાયમાં કરી હતી. અધિકારી સૂત્રોએ કહ્યુ કે ટુ-વ્હીલ શોર-રૂમ ધારકે જુની તારીખમાં સેલ દેખાડયો હતો. આજે આઇટીમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પણ માત્રને માત્ર પીએમજીકેવાયની ચર્ચા હતી.

અધિકારીઓને સ્પષ્ટ રીતે કહી દેવાયુ હતુ કે નાના નહીં પરંતુ મોટા સરવે કરો.

સરવે દરમિયાન ડિજિટલ ઇન્ડિયાનો પરચો

આજેવિંગને સિગારેટ અને ચોકલેટના વેપારીને ત્યાંના સરવેમાં ડિજિટલ ઇન્ડિયાનો પરચો મળ્યો હતો. વેપારીની દરેક સિસ્ટમ પછી તે ઉઘરાણીની હોય કે વેચાણની દરેક બાબત એક એપ સાથે જોડાયેલી હતી જેમાં મિનિટ-મિનિટનો હિસાબ હતો.

દશેરાઅને નોટબંધીએ ગાડીઓ દોડી

વાપીનાટુ-વ્હીલર શો-રૂમ સંચાલકને ત્યાંના સરવેમાં અધિકારીઓને જાણવા મળ્યુ હતુ કે શોરૂમ સંચાલક દર મહિને એવરેજ 20-25 બાઈક વેચતો હતો જે નોટબંધી દરમિયાન ત્રણ ગણી વધી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...