• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના એક વેપારીએ નોટબંધી દરમિયાન 1 કરોડની મરઘી વેચી

સુરતના એક વેપારીએ નોટબંધી દરમિયાન 1 કરોડની મરઘી વેચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમકેજીવાયમાં ડિકલેરેશન વધારવા માટે સીબીડીટી દ્વારા વારંવાર મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમ એક વેપારી રોજ કાઉન્ટરનું કલેકશન ચેક કરતો હોય તર્જ પર આઇટી અધિકારીઓ પણ કલેકશન ગણી રહ્યા છે. આજ કારણોસર જ્યાં કદી અધિકારીઓ સરવે માટે જવાનું સ્વપ્ના પણ વિચારતા નહતા ત્યાં તપાસ માટે જઈ રહ્યા છે. ગતરોજ એ.સી. રિપેરરને ત્યાં તપાસ બાદ રેન્જ-6ની ટીમ દ્વારા બોરડોલીના ઇમરાન શેખ નામના ચીકનના વેપારીને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. વેપારી 44એડી હેઠળ રીટર્ન ફાઇલ કરે છે જેમાં ટર્નઓવર પર આઠ ટકા ટેક્સ ભરી દેવાનો હોય છે. આઇટી સૂત્રોએ ઉમેર્યું કે વેપારી ધુલિયાથી મરઘી લાવીને સ્થાનિક વેપારીઓને વેચતો હતો. નોટબંધીના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં તેણે એક કરોડની મરઘી વેચી હતી. તેને કિલો પર એક રૂપિયા મળતા હતા. મહિને રૂપિયા 40 હજાર કમાવી લેતા વેપારીએ પ્રોફિટના પાંચ લાખ

...અનુસંધાનપાના નં.11

રૂપિયાનોટબંધી બાદ બેન્કમાં જમા કરાવ્યા હતા. જો કે, તેણે આઇટીને ડિપોઝિટ અંગે કોઈ જવાબ આપ્યો નહતો. મરઘીના વેપારીને ત્યાં તપાસ બાદ ચર્ચા પણ ઉઠી હતી કે પીએમજીકેવાયને સફળ બનાવવા માટે હવે મટન, મચ્છી અને ઝીંગાના વેપારીઓને પણ સાણસામાં લેવાશે કે શુંω

પતરાંનાસેડમાં ઘર અને દુકાન | અધિકારીઓજ્યારે વેપારીના એડ્રેસ પર પહોંચ્યા તો સિનારિયો જોઇને ચોંકી ઉઠયા હતા કેમકે પતરાંના સેડના બનેલા ઘર અને ત્યા મરઘીની દુકાન હતી. જગ્યા પણ સરકારી હતી જેની પર દબાણ ઊભુ કરી દેવાયુ હતુ. તેણે અધિકારીઓને કહ્યુ હતુ કે નોટબંધીની તેને જાણ નહતી. નવમી નવેમ્બરના રોજ જ્યારે ઉઘરાણી પર નિકળ્યો ત્યારે મરઘીના હોલસેલ વેપારીઓએ તેને પેમેન્ટ આપ્યુ હતુ.



PMGKYનું તરભાણું ભરવા મરઘી, મટન, માછલીના વેપારીઓ પર ITનો ડોળો

અન્ય સમાચારો પણ છે...