• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 11 મેથી ગુજકેટ, ત્રીજા અને ચોથા સેમેસ્ટર આધારિત અભ્યાસક્રમ

11 મેથી ગુજકેટ, ત્રીજા અને ચોથા સેમેસ્ટર આધારિત અભ્યાસક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજકેટની 11 મેથી શરૂ થતી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના ત્રીજા અને ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમ આધારિત ગુજકેટની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે.

2017-18ના શૈક્ષણિક વર્ષની ગુજકેટ પરીક્ષા 11 મેએ યોજાશે. ગુજકેટની પરીક્ષામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ત્રીજા અને ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમ આધારિત ગુજકેટની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયનાં બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સર કી શીટ પણ 80 પ્રત્યાત્તુર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સર સીટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નો, 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સર સીટ પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. આવેદનપત્ર ઓનલાઇન ભરવાનું રહેશે. તે અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 10થી સાંજે 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓનલાઇન ભરવાનું રહેશે

અન્ય સમાચારો પણ છે...