કાપોદ્રામાં દુકાનમાંથી 2.5 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કાપોદ્વાઅશ્વીન સોસાયટીમાં આવેલી કપડાની દુકાનમાંથી તસ્કરોએ શટલનો નકુચો તોડીને તેમાંથી રૂ. અઢી લાખના રોકડ અને કપડાની ચોરી કરી ગયા હતા. કાપોદ્વા હીરાબાગ ઈન્દીરાનગર સોસાયટીમાં રહેતા મુકેશ કિશનલાલ ગાડરી રેડીમેઈડ કપડાનો વેપાર કરે છે. ગુરૂવારે તેઓ રાત્રે દુકાન બંધ કરીને ગયા હતા તે અરસામાં તસ્કરો દુકાનના શટરને કોઈ સાધન વડે તોડીને તેમાંથી રોકડ રૂ.49,970 તેમજ રેડીમેઈડ કાપડ મળીને કુલ રૂ. 2.56 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. કાપોદ્વા પોલીસે આજુબાજુની દુકાનના સીસીટીવી કેમેરાના આધારે કેસમાં આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...