• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધુળેટીમાં વપરાતા કેમિકલવાળા રંગો ત્વચા ચહેરા માટે ખતરનાક

ધુળેટીમાં વપરાતા કેમિકલવાળા રંગો ત્વચા-ચહેરા માટે ખતરનાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્વચા પર એક્ઝિમા અને અલ્સર અને એલર્જીનો ખતરો

અલ્સર થવાથી પડતા ડાઘ પણ જતાં નથી. તેવામાં રાસાયણિક રંગ ચહેરાને હાનિ પહોંચાડે છે. તે માટે લોકોએ સિંથેટિક રંગોને બદલે હર્બલ ગુલાલનો ઉપયોગ કરી તહેવારને સુરક્ષિત ઉજવી શકે છે. ચામડિના તબીબો ડર્મેટોલોજીસ્ટોના કહેવા મુજબ રાસાયણિક રંગોની આડઅસરથી એક્ઝિમા, ચામડીના અલ્સર ચહેરા પર ફોલ્લા, ખંજવાળ, એલર્જી થઈ શકે છે. ચહેરા પર કાયમી કરચલી આવી શકે છે. તેમાં સિંથેટિક રંગોમાં બ્રોમાઈડ અને ઘણાં ઘાતક રસાયણ હોઈ છે, તેનાથી ચામડીનુ કેંસર પણ થઈ શકે તેવો ખતરો રહ્યો છે. પરંતુ ઓછી માત્રાના ઉપયોગથી કેંસર થઈ શકતું નથી.

બજારમાં વેચાતા વિવિધ રંગોમાં રસાયણ ભેળવવામાં આવતાં હોઈ છે. ક્રોમિયમ, કોપર, સલ્ફેટ, આયન, સલ્ફાઈડ, જીંક, નિકલ, બ્લેક લેડ ઓક્સાઈડ, ક્રોમિયમ આયોડાઈડ, સિલ્વર ટાઈટેનિયમ, કોબાલ્ટ અમોનિયા સહીત શરીરને હાનિ પહોંચાડી શકે તેવા તત્વ, ધાતુ મેળવવામાં આવે છે. રંગોને ચમકદાર બનાવવા માટે શીશુના તત્ત્વનો ઉપયોગ કરવામાં આવે છે. રંગોમાં શીશુની હાજરીને લઈને ત્વચાના બરછટ, ખાડા વાડી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...