કબૂતરબાજીમાં પારસ-અખ્તર એક થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારસ કાનજી, નરેશને ખંડણી માટે મારામારી કરવા કહેતો

મુખ્ય સૂત્રધાર પારસ નાયક જમીન દલાલ કેયુર ઉર્ફ કાનજી દેસાઈ અને નરેશ આહીરને ખંડણી માટે મારામારી, તોડફોડ કરીને ડરાવવાની વાતો કરી હતી. બંને પારસના કહેવાથી લાલચંદ્રન, હોરમઝ અવારીની તમામ ગતિવિધિઓની પારસને આપતા હતા. પારસે અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને ફોન નંબર આપતો હતો. જે નંબરથી દક્ષિણ આફ્રિકામાં બેસીને રવિ પૂજારી અને તેનો સાગરીત અરવિંદ ઉર્ફ અજય ગોસ્વામી તેમજ અન્ય બે સાગરીતો ખંડણી માટે ફોન પર ધમકી આપતા હતા. જમીન દલાલ કેયુર ઉર્ફ કાનજી દેસાઈની સામે જમીનની ચીંટીગનો નવસારી ટાઉન-4, જલાલપોર, નવસારી રૂરલ, કામરેજ પોલીસ સ્ટેશનના એક-એક ગુનાઓ નોંધાયા હતા.

રવિ પૂજારીની ધમકી મામલે 2 અરજીઓ થઇ

^શહેરમાંકે પછી જિલ્લાઓમાં આવી રીતે કોઈને અન્ડર વર્લ્ડની ધમકી મળી હોય તો તેઓ જિલ્લા પોલીસનો સંપર્ક કરી શકે છે. જમીનના કેસમાં પણ અન્ડરવર્લ્ડના રવિ પૂજારીએ ધમકી આપી હોવાની વાત સામે આવી રહી છે. જેમાં બે અરજીઓ પણ થઈ છે. આગામી દિવસોમાં બાબતે ગુનો દાખલ કરીશું. > શમશેરસિંઘ, રેંજઆઈજી

ધારાસભ્યને ધમકી આપી તેમાં રવિનો અવાજ

થોડાદિવસો પહેલાં ધારાસભ્યને ટેલિફોનિક ધમકી મળી જેમાં રવિ પૂજારીનું નામ સામે આવ્યું હતું. ધારાસભ્યને જે રીતે ધમકી આપી તેનો વોઈસ અને અત્યારે જે રવિ પૂજારીએ ધમકી આપી બંને વોઈસ સરખા છે. એટલે કે ધારાસભ્યને ધમકી રવિ પૂજારીએ આપ્યાની વાત પોલીસને લાગી રહી છે.

{ 5 કરોડની ખંડણી માટે પારસ નાયક બે મહિના પહેલાં અમેરિકાથી ભારત આવ્યો હતો, મુંબઈમાં અખ્તર મર્ચન્ટ અને મુઝફ્ફર સાથે રહેતો હતો

પારસ ન્યૂ જર્સીમાં બિયરબાર ચલાવે છે

મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માણેકપોરગામનો પારસ મહેશ નાયક અમેરિકા પત્ની અને પુત્રી સાથે સ્થાયી થયેલો છે. પારસ અમેરિકાના ન્યૂ જર્સીમાં બીયરબાર એન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેના પિતાએ સંબધ તોડી નાખ્યા હતા. અમેરીકાથી તે દર વર્ષ 10 થી 12 વખત ભારત આવે છે. ખોટા ડોકયુમેન્ટ બનાવી અંડન્ડવર્લ્ડની ધમકી આપી જમીનમાં કબજો કરવામાં તે પહેલેથી માહિર છે. ભૂતકાળમાં પારસ અને અખ્તર મર્ચન્ટની ગણદેવી પોલીસ સ્ટેશનમાં કબુતરબાજીના ગુનામાં તેમજ પ્રોહિબિશન ગુનામાં ધરપકડ થઈ હતી.

ગણદેવીમાંઅખ્તરને આશરો મળ્યો

મુંબઈમાં1992માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે વખતે પારસ નાયકે અખ્તર મર્ચન્ટને તેના ઘરે ગણદેવી ઘરે આશરો આપ્યો હતો. વાતથી હજુ યે મહારાષ્ટ પોલીસ અજાણ છે. જેા કે જિલ્લા પોલીસ બાબતે મહારાષ્ટ પોલીસને જાણ કરશે. આગામી દિવસોમાં પારસ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ધરપકડ કરી શકે તેમ છે.

પૂજારીનાં 2 સાગરિતો લેપટોપ, પાસપોર્ટ, મોબાઇલ સાથે પકડાયા

રવિ ખંડણીની ધમકી આપતો હતો

પૂજારીએમુંબઈમાં બિઝનેસમેન, ફિલ્મક્ષેત્રે સંકળાયેલાને ખંડણીની ધમકી આપી. જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી રવિ પૂજારીની ઓડીયો ક્લિપ અત્યારની વોઈસ ક્લિપ સાથે સરખાવીને ચેક કરી તો તેમાં રવિ પૂજારીએ ધમકી આપ્યાનો પુરાવા હાથ લાગ્યા છે. પોલીસે ગેંગસ્ટર રવિ, અજય ગોસ્વામી સહિત 4ને ભાગેડું જાહેર કર્યા છે.

{ કેયુરકાનજી ભાસ્કર દેસાઈ (રહે,વેદાંત એપાર્ટ, નવસારી)

{નરેશ બાબુ આહીર (રહે,અડદા,નવસારી)

{ અખ્તરકાસમઅલી મર્ચન્ટ (રહે, કીંગસ્ટમટાવર,મુંબઈ)

{પારસ મહેશ નાયક(રહે,મોલર સ્ટ્રીટ,ન્યૂ જર્સી, અમેરિકા, મૂળ રહે, માણેકપોરગામ, ગણદેવી,નવસારી)

{ મુઝફ્ફરઉર્ફ મુજ્જુ ઉર્ફ વકીલ અબ્બાસ મૈાલવી (રહે, કીંગસ્ટમ ટાવર, અગ્રવાલ સ્ટેટ, વસઈ, મુંબઈ)

પકડાયેલા આરોપી

અન્ય સમાચારો પણ છે...