• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જીએસટીની અસર છતાં સુરતીઓ 15 કરોડના ફાફડા જલેબી ઝાપટશે

જીએસટીની અસર છતાં સુરતીઓ 15 કરોડના ફાફડા-જલેબી ઝાપટશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા 300થી લઇને 320 રૂ.કિલો સુધી વેચાણ થયા હતા.ત્યારે જલેબીના 200 થી 400 રૂ.કિલોમાં વેચાણ થયું હતું.ભાવમાં વધારો છતાં તહેવારના કારણે શહેરના 4500થી વધુ ફરસાણ વિક્રેતાઓને સારા પ્રમાણમાં નફો થશે તેવી આશા સેવાઇ રહી છે.એક અંદાજ પ્રમાણે 300થી 400 રૂ.કિલો વેચાતા ફાફડા-જલેબીનું વેચાણ પૈકી ફાફડા 9 કરોડથી વધુ જ્યારે જલેબી 6 કરોડથી વધુનું વેચાણ થશે,આમ કુલ આંક 15 કરોડને પાર જશે તેવી શક્યતા છે.

શહેરના ભાગળ વિસ્તારના એક વિક્રેતાએ કહ્યું હતું કે, દશેરાના કારણે બહારગામના ઓર્ડર પણ રહેતા હોય છે. જેને પગલે એક વિક્રેતા 400થી 600 કિલો સુધીનું વેચાણ કરતાં હોવાનું તેમણે ઉમેર્યુ હતું. આસમાને પહોંચેલા ફરસાણના ભાવના કારણે આજે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે.

નોંધનીય છે કે ગત વર્ષે 300 રૂપિયે કિલો વેચાણ થયેલા ફાફડા-જલેબીના ભાવ પર વર્ષે જીએસટીની અસર જોવા મળી હતી.

વિજયાદશમી પૂર્વે ફાફડા 300થી 320 રૂ.કિલો સુધી વેચાયા ત્યારે જલેબીના ભાવ પ્રતિકિલોએ રૂ.200 થી 400 વસૂલાયા

દશેરાની પ્રથા સમાન ફાફડા-જલેબીનું વેચાણ જોરમાં

અન્ય સમાચારો પણ છે...