પીએમને ટ્વીટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદયુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીને લગતી ફરિયાદો કુલપતિ સાંભળતા નહી હોવાને કારણે હવે સીધા વડાપ્રધાન મોદી તેમજ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ટ્વિટ કરી ફરિયાદ કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

યુનિ. અને કોલેજોને ફેસબુક, ટ્વિટર શરૂ કરવા આદેશ

શિક્ષણવિભાગે નવેમ્બર-2016માં યુનિવર્સિટીને એક આદેશ ભર્યો પત્ર લખી કહ્યુ હતું કે, ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ ઓપન કર્યા બાદ યુનિવર્સિટીએ સરકાર મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીને જાણ કરવી. સાથે સાથે એકાઉન્ટ પર વિવાદીત પોસ્ટ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો. ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ ઓપન થઈ જાય તો તમામ માહિતી સોશિયલ મિડિયા મારફતે ઝડપથી મળી જશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજને પણ ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ બનાવવા માટે જણાવ્યું છે.

2

1

કોઇ સરખા જવાબ મળતા નથી અને ફોન પણ રિસીવ નથી થતા

હકીકત શું છેω એક્સટર્નલઅભ્યાસક્રમથી યુનિવર્સિટી કરોડોની આવક કરે છે પંરતુ વિદ્યાર્થીઓને ગાઇડેન્સ મળે તેવી કોઇ વ્યવસ્થા નથી. અગાઉ આવા વિદ્યાર્થીઓ માટે જુદા હેલ્પ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ તેનો અમલ કરાયો નથી.

ટ્વિટમાં ફરિયાદ :ઉપરાંત અશોક કુમાર અગ્રવાલ નામના વાલીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરને ટ્વિટ કર્યું હતું કે, મારી છોકરી વીએનએસજીયુમાં બીએ સાયકોલોજીમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ રહી છે. પરંતુ યુનિવર્સિટી અંગ્રેજીમાં ચોપડીઓ આપતી નથી.

હકીકત શું છેω | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 6 નમ્બર આપેલા છે. 02162227141થી 46 સુધી. દિવ્ય ભાસ્કરે નંબરો પર ફોન કરી જોયા પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં. નંબર પર ફોન લાગી જાય તો લાગી જાય નહીં તો રાહ જોયા કરવાનું. ફોન લાગે તો પણ યોગ્ય જવાબ મળે તેની કોઇ ખાતરી નથી.

ટ્વિટમાં ફરિયાદ |અમદાવાદની વિદ્યાર્થીની મયૂરી પ્રજાપતિએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટ કર્યું હતું કે મારે એક્ટસર્નલ કોર્સમાં પ્રવેશ લેવો છે. હું યુનિવર્સિટી ખાતે જઇ શકતી નથી. કોઇ ફોન ઉઠાવતું નથી. વિદ્યાર્થીનીએ બીજી ટ્વિટ રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરી હતી કે, મારે જાણવું છે કે એક્સટર્નલના ફોર્મ સબમિશનની ડેટ ક્યારે છે.

વિદ્યાર્થિનીએ પીએમને કરેલું ટ્વિટ.

યુનિ.એ નહીં સાંભળતા વિદ્યાર્થીઓનું પીએમને ટ્વિટ

અન્ય સમાચારો પણ છે...