• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બપોરે આકરો તડકો, મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું

બપોરે આકરો તડકો, મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર.સુરત : ઠંડીની ધીમેધીમે વિદાય થવાની શરૂઆત થઇ ગઇ છે, બપોરે શહેરમાં આકરો તડકો પડી રહ્યો છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન શનિવારની સરખામણીમાં 1 ડિગ્રી વધીને 36.5 ડિગ્રી પહોંચી ગયું હતું. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાંથી ઠંડી ગાયબ થઇ જતાં દિનપ્રતિદિન તાપમાનમાં વધારો થયો છે. રાત્રિના તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી હતું. જેમાં એક જ દિવસમાં 1.7 ડિગ્રીનો વધારો સાથે 21.7 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને સાંજે 25 ટકા નોંધાયું હતું. હવામાં દબાણ 1011.5 મિલિબાર રહ્યું. પવનની ગતિ ઉત્તર દિશાથી 5 કિ.મી પ્રતિકલાકની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...