આજે રેલવે સ્ટેશનના નવા 2 એસ્કેલેટરનું ઉદ્દઘાટન કરાશે
સુરત : સુરત રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલ નવા 2 એસ્કેલેટરનું સોમવારે ઉદ્દઘાટન કરાશે. લગભગ દોઢ વર્ષ બાદ આ નવા એસ્કેલેટર શરૂ થઇ રહ્યા છે. ગાંધીનગરની સેફ્ટી ટીમ સુરક્ષિત જણાવી લાયન્સ આપ્યું છે. અધિકારીએ કહ્યું કે અમારા તમામ માપદંડની તપાસ પૂર્ણ થઇ છે. સોમવારે સાંસદ સી. આર. પાટીલ તેનું ઉદ્દઘાટન કરશે.