તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ આવકના દાખલા માટે રઝળ્યા

કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ આવકના દાખલા માટે રઝળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરવર્ષે આવકના દાખલા મેળવવા સ્કુલ ખુલતાની સાથે વાલીઓ વિદ્યાર્થીઓને કાળઝાળ ગરમીમાં સખત હેરાનગત થતી હોવા છતાંય આગોતરા આયોજનના અભાવે વર્ષે પણ લોકોની હાડમારી પ્રથમ દિવસથી શરૂ થઈ ગઈ છે. બુધવારે બપોરે પરસેવે રેબઝેબ વાલીઓની લાંબી કતાર લાગી જોવા મળી હતી. કલેક્ટર મહેન્દ્ર પટેલે શનિવાર અને રવિવારની રજાના દિવસે પણ આવકના દાખલા આપવા સુવિધા કેન્દ્ર ચાલુ રાખવા નિર્ણય લીધો છે. વર્ષે 10 સેન્ટર ચાલુ કરાયા હોવા છતાંય સ્થિતિમાં સુધારો નથી થયો. દર વર્ષે લોકો મળસ્કેથી દાખલા મેળવવા લાઈનમાં લાગતા હોય છે. ગત વર્ષે શાળામાંથી દાખલા મળી રહે એવું આયોજન થયું હતું જોકે વર્ષે ફીના કમઠાણ વચ્ચે આવી કોઈ જાહેરાત થતાં વાલીઓમાં નારાજગી છે.

નાગરિક સુવિધા કેન્દ્રના કોમ્પ્યુટર બંધ થઈ જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. જેથી આવકના દાખલા આપવાનું કામ બંધ થઈ ગયુ હતું. આજે સવારથી કોમ્પ્યુટર શરૂ થતાની સાથે તમામ સેન્ટરો પર વિદ્યાર્થીઓ સાથે વાલીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. વાલીઓને અગવડતા પડે તે માટે કતારગામ મામલતદાર કચેરીના આવક સહિતના દાખલાઓ અઠવાલાઈન્સ ખાતેના નાગરીક સુવિધા કેન્દ્ર ખાતેથી અપાયા હતા. વિદ્યાર્થીઓને અગવડતા પડે તે માટે કલેક્ટર દ્વારા આગામી રજાના દિવસ એટલે કે શનિવાર તથા રવિવારના રોજ તમામ નાગરીક સુવિધા કેન્દ્ર ચાલુ રાખવા માટે સુચના આપી છે. નિર્ણયથી વિદ્યાર્થીઓને કેટલી સરળતા રહેશે જોવું રહ્યું.

રજામાં આવકના દાખલાનું કામ ચાલુ રાખવા નિર્ણય

અન્ય સમાચારો પણ છે...