તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કતારગામના યુવાને ફેસબુક પર કૉમેન્ટ કરી તાપીમાં પડતું મુક્યું!

કતારગામના યુવાને ફેસબુક પર કૉમેન્ટ કરી તાપીમાં પડતું મુક્યું!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોસ્તો,માઇ લાસ્ટ સેલ્ફી, ગુડ બાય ફ્રેન્ડ, દુવા મે યાદ રખના બાય મેસેજ ફેસબુક પર સેલ્ફીનો ફોટો મૂકીને કૉમેન્ટ કરનાર કતારગામના યુવાને તાપી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. મૃતક યુવાન કતારગામની એક ડાયમંડ કંપનીમાં પિયુન તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળે છે.

આજે બપોરના 1.20 કલાકે અમરોલી જૂના જકાતાનાકા પાછળ તાપી નદીમાં એક યુવાન ડુબી ગયો હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડ દોડતી થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી જઇ યુવાનની લાશ બહાર કાઢી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કતારગામ સ્થિત આંબાતલાવડી ખાતે રહેતો રાજુ લવજીભાઇ મહીડા (ઉ.વ 25) હોવાનું બહાર આવ્યું હતું.

રાજુ કતારગામ વિસ્તારમાં આવેલ ડાયમંડ કંપનીમાં પિયૂન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળે છે. વિશ્વાસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઘટના બની તે પહેલા રાજુ મહીડાએ ફેસબુક પર પોતાની સેલ્ફી પોસ્ટ કરી હતી. સેલ્ફીના ફોટો ઉપર રાજુ મહીડાએ કૉમેન્ટ કરી હતી કે દોસ્તો, માઇ લાસ્ટ સેલ્ફી, ગુડ બાય ફ્રેન્ડ, દુવા મે યાદ રખના બાય. ફેસબુક પર રાજુની કૉમેન્ટથી તેણે તાપીમાં નદીમાં ડુબી જઇને આત્મહત્યા કરી હોવાની પ્રબળ શકયતા સેવાઇ રહી છે. જો કે આત્મહત્યા પાછળનું કારણ તત્કાળ જાણી શકાયું નથી.

કતારગામની ડાયમંડ કંપનીના પ્યૂન રાજુ મહીડાએ આપઘાત અગાઉની FB કૉમેન્ટ

દોસ્તો, માઇ લાસ્ટ સેલ્ફી, ગુડ બાય ફ્રેન્ડ, દુવા મે યાદ રખના

અન્ય સમાચારો પણ છે...