નીટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની 3 જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થશે
CBSEએ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે નીટ 2017 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. નીટમાં પાસ થનાર ઉમેદવારો હવે MBBS અથવા BDS કોર્સ માટે મેડિકલ કે ડેન્ટલ કોલેજ પસંદ કરવાનો મોકો મળશે. પરિણામ બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થઇ જશે. જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પાસ કરનારની કાઉન્સેલિંગ 3 જુલાઇથી શરૂ થશે. કાઉન્સેલિંગ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા થશે. કાઉન્સેલિંગ શરૂ થવાની સાથે રજિસ્ટ્રેશન અને વિષયોની પસંદગીની પ્રક્રિયા 3થી 11 જુલાઇ સુધી રહેશે. 11 જુલાઇ સાંજે 5 વાગે સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. બાદ વિષયોની પસંદગી કરવા અને તેને લોક કરવાની પ્રક્રિયા 12 જુલાઇ સાંજે 5 વાગે સુધી રહેશે. 13 -14 જુલાઇએ સીટ એલોટમેન્ટ થશે અને 15 જુલાઇ સુધી કાઉન્સલિંગના પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. બાદ વિદ્યાર્થીઓ મેડિકલ કે ડેન્ટલ કોલેજમાં 16થી 22 જુલાઇ દરમિયાન રિપોર્ટ કરવાનો રહેશે. રિપોર્ટ 22 જુલાઇ સાંજે 5 વાગે સુધી કોલેજમાં કરી શકાશે.
બીજા રાઉન્ડ 1થી 4 ઓગસ્ટ સુધી ચાલશે અને સીટ એલોટમેન્ટ 5થી 7 ઓગસ્ટે થશે. બીજા રાઉન્ડનું કાઉન્સેલિંગનું પરિણામ 8 ઓગસ્ટે જાહેર થશે. વિદ્યાર્થીઓએ એલોડેટ મેડિકલ કે ડેન્ટલ કોલેજમાં 9થી 16 ઓગસ્ટ વચ્ચે રિપોર્ટ કરવાનો રહેશે.
3થી 11 જુલાઇ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે